CBI Raid: પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના નિવાસસ્થાને CBI ના દરોડા, કિરુ હાઈડ્રો ઈલેક્ટ્રિક પ્રોજેક્ટ કેસમાં એક્શન

ADVERTISEMENT

J&Kના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના ઘરે CBIની રેડ
satyapal malik
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

કિરુ હાઈડ્રો ઈલેક્ટ્રિક પ્રોજેક્ટ સાથે સંબંધિત ભ્રષ્ટાચાર કેસ

point

સત્યપાલ મલિકના નિવાસ સ્થાને અને ઓફિસે CBIના દરોડા

point

જમ્મુ-કાશ્મીરમાં પણ 30 સ્થળો તપાસ શરૂ

જમ્મુ-કાશ્મીરના કિરુ હાઈડ્રો ઈલેક્ટ્રિક પ્રોજેક્ટ સાથે સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઈ (CBI) એ ગુરુવારે સવારે પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના દિલ્હી ખાતે આવેલા નિવાસ સ્થાન અને ઓફિસમાં તપાસ કરી. આ સિવાય કેન્દ્રીય એજન્સીએ જમ્મુ-કાશ્મીરમાં પણ 30 સ્થળોએ દરોડા પાડ્યા. આ મામલો કિશ્તવાડમાં ચેનાબ નદી પર પ્રસ્તાવિત કિરુ હાઈડ્રો પાવર પ્રોજેક્ટ માટે 2019માં 2200 કરોડ રૂપિયાના સિવિલ વર્ક કોન્ટ્રાક્ટ આપવામાં કથિત ભ્રષ્ટાચાર સાથે સંબંધિત છે.  

સત્યપાલ મલિકે લગાવ્યો હતો આરોપ

 

તમને જણાવી દઈએ કે, સત્યપાલ મલિકે આરોપ લગાવ્યો હતો કે જ્યારે તેઓ રાજ્યના રાજ્યપાલ હતા (તે સમયે જમ્મુ અને કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યું ન હતું) ત્યારે તેમને પ્રોજેક્ટ સાથે સંબંધિત બે ફાઈલોને મંજૂરી આપવા માટે 300 કરોડ રૂપિયાની લાંચની ઓફર કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે તેઓ 23 ઓગસ્ટ 2018થી 30 ઓક્ટોબર 2019 સુધી જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ હતા. ગયા મહિને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ આ કેસમાં ચાલી રહેલી તપાસના સંદર્ભમાં દિલ્હી અને જમ્મુ-કાશ્મીરમાં લગભગ 8 સ્થળોએ દરોડા પાડ્યા હતા.

 

ADVERTISEMENT

વધુ વાંચો...Vadodara: 'મારી દીકરીઓનું અપહરણ થયું છે', પિતાએ જાણ કરતા જ પોલીસ આવી એક્શનમાં, ગણતરીની કલાકોમાં જ બંનેને શોધી કાઢી

21 લાખથી વધુની રોકડ સહિત સંપત્તિના દસ્તાવેજો કર્યા હતા રિકવર

 

સીબીઆઈ (CBI)એ ગયા મહિને દરોડા દરમિયાન અંદાજે 21 લાખ રૂપિયાથી વધુની રોકડ ઉપરાંત ડિજિટલ ઉપકરણો, કમ્પ્યુટર્સ, સંપત્તિના દસ્તાવેજો રિકવર કર્યા હતા. કેન્દ્રીય એજન્સીએ ચેનાબ વેલી પાવર પ્રોજેક્ટ્સ (પ્રાઈવેટ) લિમિટેડના પૂર્વ ચેરમેન નવીન કુમાર ચૌધરી, પૂર્વ અધિકારીઓ એમએસ બાબુ, એમકે મિત્તલ અને અરુણ કુમાર મિશ્રા અને પટેલ એન્જિનિયરિંગ લિમિટેડ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. ચૌધરી જમ્મુ અને કાશ્મીર કેડર (હવે AGMUT કેડર)ના 1994-બેચના IAS અધિકારી છે.

વધુ વાંચો...તરભમાં બન્યું રાજ્યનું બીજું સૌથી મોટું મહાદેવનું મંદિર, જાણો વાળીનાથ મંદિરની વિશેષતા અને ઈતિહાસ

લગાવાયો હતો આ આક્ષેપ

 

એવો આક્ષેપ છે કે કિરુ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ સંબંધિત સિવિલ વર્કસની ફાળવણીમાં ઈ-ટેન્ડરિંગ સંબંધિત માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવ્યું ન હતું. એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે CVPPPLની 47મી બોર્ડની બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે રિવર્સ ઓક્શનની સાથે ઈ-ટેન્ડરિંગના માધ્મયથી ફરીથી કોન્ટ્રાક્ટની ફાળવણી કરવામાં આવશે. પરંતુ ચાલુ ટેન્ડર પ્રક્રિયા રદ થયા બાદ તેનો અમલ કરવામાં આવ્યો ન હતો અને CVPPPLની 48મી બોર્ડ મીટીંગમાં અગાઉની મીટીંગનો નિર્ણય પલટાયો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT