BREAKING: અરવિંદ કેજરીવાલ વધુ એક નવી ગેરન્ટી આપશે, આજે રવિવારથી જ ત્રણ દિવસનાં ગુજરાત પ્રવાસે

ADVERTISEMENT

gujarattak
social share
google news

સૌરભ વક્તાનિયા/અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેવામાં અરવિંદ કેજરીવાલ ફરીથી ગુજરાત પ્રવાસે આવશે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે કેજરીવાલ આજે રવિવારે સાંજે 7 વાગ્યે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી જશે. તેવામાં અહીં રાત્રિ રોકાણ કર્યા પછી 3 દિવસ સુધી ગુજરાતમાં કાર્યકર્તાઓ સાથે ખાસ બેઠક કરશે. નોંધનીય છે કે આ દરમિયાન અરવિંદ કેજરીવાલ મંગળવારે એક નવી ગેરન્ટી પણ ગુજરાતની જનતાને આપવા માટે જઈ રહ્યા છે. જેની માહિતી ઈસુદાન ગઢવીએ વીડિયો શેર કરીને માહિતી આપી હતી.

ઈસુદાન ગઢવીએ આપી જાણકારી…
આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ આજે રવિવારથી જ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ અંગે માહિતી ઈસુદાન ગઢવીએ વીડિયો શેર કરીને આપી હતી. જેમાં તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલ આજે રવિવારે સાંજથી ગુજરાત પ્રવાસે આવશે. અને ત્યારપછી 3 દિવસ સુધી રાજ્યમાં કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે.

જાણો અરવિંદ કેજરીવાલનો સંપૂર્ણ કાર્યક્રમ..
આમ આદમી પાર્ટીના સુપ્રિમો કેજરીવાલ રવિવારે સાંજે 7 વાગ્યે અમદાવાદ એરપોર્ટ ખાતે આવશે. આ દરમિયાન તેઓ આજનું રાત્રિ રોકાણ અમદાવાદમાં જ કરશે. જ્યાં ઘણા નેતાઓ તથા કાર્યકર્તાઓ સાથે તેઓ મુલાકાત કરશે.

ADVERTISEMENT

સોમવાર, 12 સપ્ટેમ્બરનો કાર્યક્રમ
અરવિંદ કેજરીવાલ બીજા દિવસે અમદાવાદમાં ઓટો ડ્રાઈવર્સ સાથે ટાઉનહોલ મીટિંગ કાર્યક્રમ કરશે. જ્યાં સવારે તેમના પ્રશ્નો અને ચર્ચાઓ સાંભળ્યા પછી બપોરે કેજરીવાલ અમદાવાદના ટ્રેડર્સ ટાઉનહોલ મીટિંગ કાર્યક્રમમાં ભાગ લેશે. નોંધનીય છે કે સાંજે તેઓ એડવોકેટ ટાઉનહોલ મીટિંગ કાર્યક્રમમાં ભાગ લેશે.

મંગળવાર, 13 સપ્ટેમ્બરઃ કેજરીવાલ નવી ગેરન્ટી આપશે
અરવિંદ કેજરીવાલ હવે ગુજરાતમાં વધુ એક નવી ગેરન્ટી આપવા જઈ રહ્યા છે. જોકે એ કોના માટે અને કયા વિષય પર હશે એની માહિતી બહાર આવી નથી. ત્યારપછી સાંજે અરવિંદ કેજરીવાલ સફાઈ કર્માચારીઓ સાથે ટાઉનહોલ મીટિંગ કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા છે. કાર્યક્રમ પૂરો થયા પછી તે દિલ્હી રવાના થશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT