BJPના પૂર્વ ધારાસભ્ય ખુલીને જયસુખ પટેલના સપોર્ટમાં આવ્યા, કહ્યું- તેમણે કમાણી માટે પુલનું સંચાલન નહોતું લીધું

ADVERTISEMENT

gujarattak
social share
google news

નિલેશ શિશાંગીયા/રાજકોટ: મોરબીમાં ઝુલતા બ્રિજની દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા. આખું ગુજરાત જે ઘટનાથી હચમચી ગયું તે મામલે પોલીસ દ્વારા જયસુખ પટેલ સહિત 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે કેટલાક લોકો ખુલ્લે આમ જયસુખ પટેલને સમર્થન કરી રહ્યા છે. ગઈકાલે સિદસર ખાતેની પાટીદાર સંસ્થા દ્વારા લેટર પેડ પર જયસુખ પટેલને સમર્થન આપવામાં આવ્યું હતું. ત્યારે હવે ભાજપના પૂર્વ ધારાસભ્ય પણ ખુલીને જયસુખ પટેલના સમર્થનમાં આવ્યા છે.

‘જયસુખ પટેલને સો.મીડિયામાં ખોટા ચીતરવામાં આવ્યા’
રાજકોટમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય બાવનજી મેતાલીયાએ કહ્યું કે, સોશિયલ મીડિયામાં જયસુખ પટેલને ખોટા ચીતરવામાં આવ્યા છે. જયસુખ પટેલના સમર્થનમાં માત્ર ઉમિયાધામ સિદસર છે પરંતુ અનેક એનજીઓ પણ તેમના સપોર્ટમાં છે. જયસુખ પટેલ અને તેમના પિતાની ગણના ગુજરાતના ભામાશાઓમાં થાય છે. ઉમિયા સિદસર ધામ દ્વારા જે સપોર્ટની વાત કરવામાં આવી છે, તે સપોર્ટમાં હું પણ છું. કાયદો કાયદાનું કામ કરશે પરંતુ જયસુખ પટેલને ખોટા ચીતરવા બાબતે અમે સમર્થનમાં નથી. જયસુખ પટેલે કમાણી કરવા માટે ઝુલતા પુલનું સંચાલન નહોતું સંભાળ્યું.

ગઈકાલે પાટીદાર સમાજનો લેટરપેડ સામે આવ્યો હતો
નોંધનીય છે કે, ગઈકાલે જ સિદસર ઉમિયાધામ સંસ્થાનું લેટરપેડ ફરતું થયું હતું. જેમાં જયસુખ પટેલનું સમર્થન કરવામાં આવી રહ્યું છે અને તે લેટરમાં લખેલા શબ્દો પ્રમાણે જયસુખ પટેલને સજ્જન માણસ દર્શાવાયા છે. જોકે આ પત્રની પૃષ્ટી હજુ સુધી શક્ય બની નથી. શક્ય છે કે પત્ર સંદર્ભે સંસ્થા દ્વારા જાતે જ ફોડ પાડવામાં આવે. આ પહેલા જયસુખ પટેલન સમર્થનમાં પોસ્ટરો પણ વાઈરલ થયા હતા.

ADVERTISEMENT

135 લોકોના મોત છતા આ કેવો ટેકો?
મોરબી ઝૂલતા પૂલની દુર્ઘટનામાં 135 લોકોના જીવ ગયા અને જેમાં સૌથી મોટી બેદકારી ઓરેવા કંપનીના માલીક જયસુખ પટેલની જોવા મળી રહી છે. મહિના સુધી છૂપાતો ફરતો જયસુખ પટેલે અચાનક ફિલ્મી ઢબે મોરબી કોર્ટેમાં સરન્ડર કરી દીધુ હતું જોકે હાલ પોલીસ રિમાન્ડ પર છે. ત્યારે હવે શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સિદસરના નામે એક પત્ર વાયરલ થયો છે જેમાં આરોપી જયસુખ પટેલની તરફેણ કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ પત્રમાં સીધી જ રીતે આરોપી જયસુખ પટેલનો ખુલ્લો બચાવ કરવામાં આવ્યો છે. ત્યારે વાયરલ પત્રથી અનેક તર્ક વિતર્ક થઇ રહ્યાં છે કે શું કોઇ વ્યક્તિ 100 સારા કાર્યો કરે પણ તેના એક કાર્યથી 135 લોકોના મોત થાય તો શું તેને બક્ષી દેવાના ? જોકે આ પત્રથી લોકોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે કે, તે આરોપી દોષિત છે કે કેમ તેનો નિર્ણય કોર્ટ પર છોડવો જોઈએ અને જો તે નિર્દોષ છે તો નિર્દોષ અને દોષિત છે તો કડક સજા થાય.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT