દેશના IT હબમાં હાહાકાર: ભીષણ ગરમી પહેલા જ પાણી માટે તરસ્યું બેંગલુરુ, ડોલ લઈને રસ્તા પર ઉતર્યા લોકો

ADVERTISEMENT

Bengaluru Water Crisis
દેશના IT હબમાં હાહાકાર
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

દેશના આ રાજ્યમાં ભયાનક જળ સંકટ

point

પાણી માટે ચૂકવવા પડી રહ્યા છે ઘણા પૈસા

point

લોકો છેલ્લા ઘણા સમયથી ટેન્કર પર નિર્ભર

Bengaluru Water Crisis: ઉનાળાની ઋતુ હજુ શરૂ પણ નથી થઈ ત્યાં દેશના એક રાજ્યમાં પાણીની ગભીર કટોકટી સર્જાઈ છે. અહીંના બોરવેલ સુકાઈ ગયા છે. પાણીના ટેન્કરો આગળ લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. લોકોને પાણી માટે મોઢેમાંગે એટલી કિંમત ચૂકવવી પડી રહી છે. જળ સંકટની અસર સામાન્ય લોકો સુધી જ નહીં, પરંતુ મુખ્યમંત્રી આવાસ સુધી પણ પહોંચી ગઈ છે. અમે વાત કરી રહ્યા છીએ કર્ણાટકની, જ્યાંની રાજધાની બેંગલુરુમાં પાણીને લઈને ચારેય બાજુ હાહાકાર મચી ગયો છે. 

પાણીના ટેન્કરો પર નિર્ભર છે લોકો

બેંગલુરુના ઘણા વિસ્તારોમાં બોરવેલ સુકાઈ ગયા છે. લોકોને પાણીના ટેન્કર પર આધાર રાખવો પડી રહ્યો છે. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, એ.આર નગરના લોકો પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે. લોકોનો આરોપ છે કે જો તેઓ એકથી વધારે ડોલ લઈને પાણી લેવા માટે જાય તો અધિકારીઓ તેમને પરત મોકલી દે છે.

છેલ્લા ત્રણ માસથી પાણીની તંગી

સ્થાનિક લોકોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે અધિકારીઓ તેમના બાળકોને તેમની સાથે રહેવા પણ દેતા નથી. તેઓ તેમને પાછા મોકલે છે. લોકોનું કહેવું છે કે તેમની પાસે નહાવા અને ગાયોને પીવડાવવા માટે પાણી નથી. રસોઈ બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના પાણીનો ઉપયોગ કરવો પડે છે. છેલ્લા ત્રણ માસથી પાણીની તંગી છે.

ADVERTISEMENT

પાણી માટે ઉભા રહેવું પડે છે લાઈનમાં

લોકોએ જણાવ્યું કે પાણી માટે કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવું પડે છે. પીવાના પાણી માટે આરઓ પ્લાન્ટમાંથી માત્ર એક કેન જ લઈ જવાની છૂટ છે. અમારે હવે દરેક કેન માટે 2000 રૂપિયાથી વધુ ચૂકવવા પડી રહ્યા છે, જેના માટે પહેલા 600થી 1000 રૂપિયા લેવામાં આવતા હતા. લોકોનો આરોપ છે કે જ્યારે તેમણે ખાનગી ટેન્કરોને પાણીના દર ઘટાડવા કહ્યું ત્યારે તેઓએ તેમના વિસ્તારમાં આવવાનું બંધ કરી દીધું. સરકારને દરરોજ ઈ-મેઈલ મોકલવામાં આવે છે, પરંતુ કોઈ ફાયદો થતો નથી.

ડેપ્યુટી સીએમના ઘરનો બોરવેલ પણ સુકાઈ ગયો

ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારનું કહેવું છે કે મારા ઘરનો બોરવેલ પણ સુકાઈ ગયો છે. પાણીનું ટેન્કર સીએમ આવાસમાં પણ જતાં જોવા મળ્યું હતું. શહેરમાં 3000થી વધુ બોરવેલ સુકાઈ ગયા છે.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT