અદાણી ગ્રુપ પર વધુ એક મોટો આરોપ, રશિયાની બેંકમાંથી લોન માટે કર્યું આ કામ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: અમેરિકન શોર્ટ સેલિંગ કંપની હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપની મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો. અદાણી ગ્રુપની વાત કરીએ તો ફોર્બ્સે હવે ગૌતમ અદાણીના મોટા ભાઈ વિનોદ અદાણી વિશે પોતાના રિપોર્ટમાં મોટો દાવો કર્યો છે. હિંડનબર્ગે ફોર્બ્સના અહેવાલને પણ ટ્વીટ કર્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે લોન માટે અદાણી ગ્રુપમાં પ્રમોટરનો હિસ્સો ગીરવે મુકવામાં આવ્યો છે. વિનોદ અદાણી દ્વારા નિયંત્રિત ખાનગી કંપનીના સિંગાપોર યુનિટે રશિયન બેંક પાસેથી લોન માટે અદાણીના પ્રમોટરનો 240 મિલિયન ડોલરનો હિસ્સો ગીરવે મૂક્યો છે.

24 જાન્યુઆરીએ હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપની સાત લિસ્ટેડ કંપનીઓના બજાર મૂલ્યમાં 125 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે. ફોર્બ્સે તેના અહેવાલમાં દાવો કર્યો છે કે વિનોદ અદાણી જેઓ વિદેશી ભારતીય છે. તેઓ લાંબા સમયથી અદાણી ગ્રુપ સાથે સંકળાયેલી ઓફશોર કંપનીમાં છે. એટલે કે વિનોદ અદાણી મુખ્યત્વે વ્યવસાય સાથે સંબંધિત છે. વિનોદ અદાણી દુબઈમાં રહે છે અને ત્યાં તેમજ સિંગાપોર અને જકાર્તામાં બિઝનેસ વેન્ચરનું સંચાલન કરે છે. હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ અનુસાર, તેઓ વિશ્વના સૌથી અમીર બિનનિવાસી ભારતીય છે.

ફોર્બ્સે તેના અહેવાલમાં એવો પણ દાવો કર્યો છે કે વિનોદ અદાણીની આડકતરી રીતે સિંગાપોરની કંપની પિનેકલ ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કંપનીનું સંચાલન કરે છે. વર્ષ 2020 માં, રશિયાની VTB બેંક સાથે લોન કરાર કર્યો હતો. યુક્રેન યુદ્ધના કારણે ગયા વર્ષે યુએસ દ્વારા તેને મંજૂરી આપવામાં આવી હતી. એપ્રિલ 2021 સુધીમાં, પિનેકલે 263 મિલિયન ડોલર ઉધાર લીધા હતા અને એક અનપી પાર્ટીને 258 મિલિયન ડોલર ઉછીના આપ્યા હતા. અહેવાલમાં જણાવાયું છે કે તે વર્ષ પછી, પિનેકલે લોન માટે બાંયધરી આપનાર તરીકે બે રોકાણ ફંડ – Afro Asia Trade & Investments Ltd અને Worldwide Emerging Markets Holding Ltd – ને લોન ની ગરેન્ટી માટે મૂકવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

આ કંપનીઓ 4 બિલિયન ડોલરનું અદાણીમાં ઇન્વેસ્ટ કર્યું
એફ્રો એશિયા ટ્રેડ અને વર્લ્ડવાઈડ બંને અદાણી ગ્રુપના મુખ્ય શેરધારકો છે. બંને ફંડ્સ અદાણી એન્ટરપ્રાઇઝિસ, અદાણી ટ્રાન્સમિશન, અદાણી પોર્ટ્સ અને અદાણી પાવરમાં 4 બિલિયન ડોલરના મૂલ્યનો સ્ટોક ધરાવે છે (ફેબ્રુઆરી 16 માર્કેટ વેલ્યુ મુજબ). જે તમામ ફંડ ‘પ્રમોટર’ એન્ટિટી તરીકે સ્વીકારે છે. અદાણી ગ્રૂપની ચાર કંપનીઓ કે જેમાં તેમણે રોકાણ કર્યું છે તેના માટે ભારતીય નાણાકીય ફાઇલિંગમાં કોઈ પણ ફંડે ગીરવે મૂકેલા શેર જાહેર કર્યા નથી.

છે ને ગજબ.. જામનગરમાં તસ્કરો આખે આખો મોબાઈલ ટાવર ચોરી ગયા, હવે તપાસનો ધમધમાટ શરૂ થયો

ADVERTISEMENT

હિંડનબર્ગે તેના રિપોર્ટમાં દાવો કર્યો છે કે, અદાણી ગ્રુપની લિસ્ટેડ સાત કંપનીઓ 85 ટકા ઓવરવેલ્યુડ છે. અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે અદાણી ગ્રુપ દાયકાઓથી સ્ટોક મેનીપ્યુલેશન અને મની લોન્ડરિંગમાં વ્યસ્ત છે. આ અહેવાલ બાદ અદાણી ગ્રૂપના શેરમાં ભારે ઘટાડો થયો છે અને કંપનીઓની માર્કેટ મૂડી ઘટીને અડધી થઈ ગઈ છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT