કોંગ્રેસને મોટો ઝટકોઃ Ambarish Der આવતીકાલે કરશે કેસરિયા, જાણો ક્યાંથી લડશે ચૂંટણી
Loksabha Election 2024: લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. અંબરીશ ડેર કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
લોકસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસને મોટો ઝટકો
અમરીશ ડેર થોડીવારમાં જ આપશે રાજીનામું: સૂત્રો
આવતીકાલે ભાજપનો ખેસ ધારણ કરશે
Loksabha Election 2024: લોકસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. રાજુલાના પૂર્વ ધારસભ્ય અને સૌરાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતા અંબરીશ ડેેરે કોંગ્રસમાંથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓએ ભાજપમાં જોડાવા અંગે મોટું નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યું કે હું આવતીકાલે બપોરે 12.30 વાગ્યે ગાંધીનગર કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈશ. તેઓએ જણાવ્યું કે, મને સૌથી વધુ દુઃખ કોંગ્રેસના રામ મંદિર પ્રત્યેના વલણને લઈને થઈ રહ્યું છે. આપને જણાવી દઈએ કે, આજે સવારે જ અમદાવાદ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને અંબરીશ ડેરની મુલાકાત થઈ હતી.
આવતીકાલે કમલમ ખાતે જોડાશે ભાજપમાં
આજે સવારે જ સી.આર પાટીલ અને અંબરીશ ડેર વચ્ચે બે કલાક સુધી બેઠક યોજાઈ હતી. અંબરીશ ડેર કમલમ ખાતે સી.આર પાટીલના હસ્તે કેસરિયો ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાશે.
વધુ વાંચો...Breaking News: ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગશે! આ પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાવાની તૈયારીમાં
હિરા સોલંકીને મળી શકે છે લોકસભાની ટિકિટઃ સૂત્રો
સૂત્રો દ્વારા એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે, ભારતીય જનતા પાર્ટી રાજુલાના ભાજપના ધારાસભ્ય હિરાભાઈ સોલંકીને ભાવનગર બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડાવી શકે છે અને તેમની જગ્યાએ રાજુલાથી અંબરીશ ડેરને ભાજપની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી લડાવી શકે છે. હિરાભાઈ સોલંકી આજે સાંજે ગાંધીનગર પહોંચી શકે છે. જોકે, આ મામલે હજુ સુધી સત્તાવાર નિવેદન આવ્યું નથી.
ADVERTISEMENT
સી.આર પાટીલ આપી ચૂક્યા છે આમંત્રણ
ઉલ્લેખનીય છે કે ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર પાટીલ અનેક વખત અંબરીશ ડેરને ભાજપમાં જોડાવા માટે જાહેરમાં આમંત્રણ આપી ચૂક્યા છે. 2021માં અમરેલી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં પાટીલે કહ્યું હતું કે, “ડેરને તો મારે એક દિવસ ખખડાવવા પડશે, તેમને ખખડાવવાનો મારો અધિકાર છે. આપણે બસમાં બેસતા ત્યારે કેમ રૂમાલ મૂકી જગ્યા રાખતા તેમ અમે ડેર માટે જગ્યા રાખી મૂકી છે.” તેમણે જાહેર સભાને સંબોધતાં ચોખવટ પાડીને કહ્યું હતું કે, “અંબરીશ ડેર મારા મિત્ર છે, હું તેમનો હાથ પકડીને ભાજપમાં લાવવાનો જ છું.”
ADVERTISEMENT
ADVERTISEMENT