અમિત ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યાદ કરાવ્યું મોંઘવારીનું ચૂંટણી સૂત્ર, જાણો શું છે મામલો
અમદાવાદ: દેશભરમાં મોંઘવારી સતત વધી રહી છે. ત્યારે જીવનજરૂરી ચીજવસ્તુઓન ભાવ આસમાને પહોંચ્યા છે. આ દરમિયાન સામાન્ય લોકોને ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. મોંઘવારીનો…
ADVERTISEMENT
અમદાવાદ: દેશભરમાં મોંઘવારી સતત વધી રહી છે. ત્યારે જીવનજરૂરી ચીજવસ્તુઓન ભાવ આસમાને પહોંચ્યા છે. આ દરમિયાન સામાન્ય લોકોને ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતાને વધુ એક ફટકો પડ્યો છે. અમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. કંપનીએ પ્રતિ લીટરે દૂધના ભાવમાં રૂ.3નો વધારો કર્યો છે. આ નવો ભાવવધારો આજથી જ લાગુ થઈ ગયો છે. ત્યારે અમિત ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમનુજ મોંઘવારીનું સૂત્ર અમિત ચાવડાએ યાદ કરાવ્યું છે.
ગુજરાતમાં કોંગ્રેસે વિપક્ષ નેતા તરીકે અમિત ચવડાનું નામ જાહેર કર્યું છે. જોકે હજુ કોઈ મંજૂરી નથી આપવામાં આવી. ત્યારે અમીત ચાવડાએ અમૂલના ભાવ વધારાને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે ટ્વિટ કરી કહ્યું કે, મોંઘવારીના નામે મત લઈ સત્તાના સિંહાસન પર બેઠેલા નરેન્દ્ર મોદી કેમ ચૂપ છે?
મધ્યમ વર્ગ મોંઘવારીથી ત્રસ્ત છે, ઘર ચલાવવું મુશ્કેલ છે. ત્યારે ભાજપ શાસિત અમૂલવારે વારે કમરતોડ ભાવવધારો કરી રહી છે. પેલું સૂત્ર યાદ છે ને….
બહુત હુઈ મહંગાઈકી માર, અબકી બાર..
ADVERTISEMENT
આ પણ વાંચો: ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા નીકળી કોંગ્રેસ, જાણો પોરબંદર જિલ્લા પૂર્વ પ્રમુખને કેમ કર્યા સસ્પેંડ?
ભાવ વધારાની ગુજરાતમાં કોઈ અસર નહીં
ભાવ વધારા બાદ હવે અમૂલ ગોલ્ડની કિંમત 66 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. જ્યારે અમુલ તાજાની કિંમત રૂ.54 પ્રતિ લીટર થઈ ગઈ છે. આ ભાવ વધારો દિલ્હી, મુંબઈ, યુપી અને કોલકાતા ચાર જગ્યાએ જ થયો છે, એટલે ગુજરાતમાં તેની કોઈ અસર નહીં થાય.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT