નવરાત્રી પહેલા અંબાજી મંદિરમાં માતાની પૂજનવિધિના સમયમાં થયા ફેરફાર, જાણો સમગ્ર કાર્યક્રમ
અંબાજીઃ મા અંબાની શક્તિ અને ભક્તિનું સંગમ ગણાતા અંબાજી મંદિરે દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવતા હોય છે. અહીં હજારોથી લાખોની સંખ્યામાં ભાવી ભક્તો માતાના…
ADVERTISEMENT

અંબાજીઃ મા અંબાની શક્તિ અને ભક્તિનું સંગમ ગણાતા અંબાજી મંદિરે દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવતા હોય છે. અહીં હજારોથી લાખોની સંખ્યામાં ભાવી ભક્તો માતાના ચરણોમાં પોતાનું મસ્તક નમાવા આવતા હોય છે. તેવામાં અંબાજી મંદિરે સૂર્યોદય, સૂર્યાસ્ત અને વિવિધ ઋતુઓ પ્રમાણે દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવે છે. જેમાં ફેરફાર કરવા માટે નવરાત્રીમાં શ્રદ્ધાળુઓને કોઈ વિક્ષેપ ન પડે એના માટે દર્શન અને આરતીનનો નવો સમય જાહેર કરાયો છે.
જાણો નવો કાર્યક્રમ…
મા અંબાના મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે સમયના માળખામાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ દરમિયાન આસો સુદ એકમથી અહીં નવું સમયપત્રક જાહેર કરવામાં આવશે.
- આસુ સુદ એકમથી આરતીનો સમય સવારે 7.30 વાગ્યાથી 8.00 વાગ્યાનો રહેશે.
- માતાજીના દર્શન કરવા માટે સવારે 8થી 11.30 વાગ્યા સુધીનો સમય રખાયો છે.
- અંબાજી માતાને બપોરે 12 વાગ્યે રાજભોગ ધરાવવામાં આવશે
- રાજભોગ પછી બપોરે 12.30થી 4.15 વાગ્યા સુધી દર્શન કરવાનો સમય રખાયો છે
- સાંજની આરતી 6.30થી 7 વાગ્યા સુધી રહેશે.
- મા અંબાના ભક્તો સાંજે 07:00 થી 9:00 વાગ્યા સુધી માતાજીના દર્શન કરી શકશે.
નવરાત્રીમાં શું વરસાદ મજા બગાડશે?
આગામી 26 સપ્ટેમ્બરથી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. કોરોનાને પગલે નવરાત્રીના આયોજનો પર પ્રતિબંધ લાદી દેવાયો હતો.જો કે આ વર્ષે ગુજરાતીઓ ભરપુર નવરાત્રી માણી લેવાના મુડમાં છે. જો કે તેમાં વરસાદ વેરી બને તેવી શક્યતા છે. જો કે વરસાદ વેરી માત્ર દક્ષિણ ગુજરાતમાં જ બની શકે છે. અન્ય વિસ્તારોમાં વરસાદ નહી પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે. જેથી સુરતને બાદ કરતા અન્ય તમામ મહાનગરોમાં નવરાત્રીની રંગેચંગે ઉજવણી થઇ શકશે.
ADVERTISEMENT
નવરાત્રિની પૂજનવિધિઃ
- નોરતાના પહેલા દિવસે માતાજીીના મંદિરમાં ઘટ સ્થાપના વિધિ કરાશે. જે સવારે 9થી 10.30 વાગ્યે કરાશે.
- આસો સુદ આઠમે માતાજીની મંગળા આરતી સવારે 6 વાગ્યે કરાશે. જ્યારે સવારે 11.46 વાગ્યે ઉત્થાપન વિધિનું આયોજન કરાશે.
- વિજયા દશમી પૂજન આસો સુદ દશમના રોજ સાંજે 5 વાગ્યે થશે
- જ્યારે આસો સૂદ પૂનમે સવારે 6 વાગ્યે મંગળા આરતી કરાશે
ADVERTISEMENT