અમદાવાદમાં IB ઓફિસરે સોપારી આપીને ત્રીજી પત્નીની હત્યા કરાવી, કારણ જાણીને ચોંકી જશો
અમદાવાદ: શહેરમાં વેજલપુર વિસ્તારમાં આવેલા શ્રીનંદનગરમાં એક મહિલાની હત્યા મામલે મુખ્યસૂત્રધાર મહિલાનો જ પતિ હોવાનું સામે આવ્યું છે. પોલીસે IB ઓફિસરની ધરપકડ કરી છે અને…
ADVERTISEMENT
અમદાવાદ: શહેરમાં વેજલપુર વિસ્તારમાં આવેલા શ્રીનંદનગરમાં એક મહિલાની હત્યા મામલે મુખ્યસૂત્રધાર મહિલાનો જ પતિ હોવાનું સામે આવ્યું છે. પોલીસે IB ઓફિસરની ધરપકડ કરી છે અને 14 દિવસના રિમાન્ડ મેલવ્યા છે. આરોપીએ પત્નીની હત્યા કરાવવા માટે સોપારી આપી હતી. હાલમાં તો સમગ્ર મામલે પોલીસે આરોપી પતિની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
6 મહિના અગાઉ થઈ હતી મહિલાની હત્યા
શહેરના વેજલપુર વિસ્તારમાં એક મહિલાની 6 મહિના અગાઉ હત્યા કરી નાખવામાં આવી હતી. મનીષા દુધેલા નામની મહિલાનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસમાં અગાઉ પકડાયેલા આરોપી ખલીલુદ્દીનની પૂછપરછમાં મહિલાના જ પતિનું નામ ખૂલ્યું હતું. ત્યારે છેલ્લા 6 મહિનાથી ફરાર ચાલતો આરોપી રાધાકૃષ્ણ દુધેલાની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીએ જ ખલીલુદ્દીનને પત્નીની હત્યા કરવા સોપારી આપી હતી.
ADVERTISEMENT
શા માટે કરાવી પત્નીની હત્યા?
આરોપી રાધાકૃષ્ણ છેલ્લા 24 વર્ષથી IBમાં ફરજ બજાવે છે અને દસ વર્ષથી મધ્ય પ્રદેશમાં ઈન્ટેલિજન્સ બ્યુરોમાં હતો. આરોપીના 2014માં મૃતક મનિષાબેન સાથે લગ્ન થયા હતા. જોકે બંને પતિ અને પત્ની વચ્ચે મનમેળ ન આવતા મનિષાબેને 2015માં ભરણપોષણનો કેસ કર્યો હતો. કોર્ટે પણ રૂ.9 લાખનું ભરણપોષણ આપવા આદેશ કર્યો હતો. એવામાં પૈસા ન આપવા આરોપીએ પત્નીની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. ખાસ વાત છે કે આરોપીએ અગાઉ બે લગ્ન કર્યા હતા અને છૂટાછેડા બાદ આ ત્રીજા લગ્ન હતા.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT