અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસથી બિલ્ડરનો આપઘાતનો પ્રયાસ, 24 કરોડની સામે 183 કરોડની ઉઘરાણી કાઢી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: રાજ્યમાં વ્યાજખોરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત લોકોના એક બાદ એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં વ્યાજખોરોના આતંકથી બિલ્ડરે ઉંઘની ગોળીઓ ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. રૂ.24 કરોડની બાકી રકમ સામે 8 વ્યાજખોરો 183 કરોડ માગતા હતા, જેથી કંટાળીને બિલ્ડરે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે હોસ્પિટલમાં પણ વ્યાજખોરોની હેરાનગતિ ઓછી ન થતા બિલ્ડરે 8 વ્યાજખોરો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

1.50 ટકાના લેખે પૈસા લીધા અને 10 ટકા લેખે ઉઘરાણી કરતા
શહેરના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા એક બિલ્ડરે ધંધાકીય કામ માટે 8 લોકો પાસેથી 39 કરોડ રૂપિયા માસિક 1.50 ટકાના વ્યાજે લીધા હતા. જોકે થોડા મહિના બાદ વ્યાજખોરોએ 1.5 ટકા સામે 10 ટકા વ્યાજ કરી નાખ્યું હતું. બિલ્ડરે 15.46 કરોડ ચૂકવી દીધા અને 24 કરોડ બાકી હતા જોકે આઠેય વ્યાજખોરો 183 કરોડની માગણી કરતા હતા. પૈસા ન મળતા બિલ્ડરને ટ્રકથી મારી નાખવાની, પરિવારને મારી નાખવાની ધમકી આપતા. આથી કંટાળીને બિલ્ડર ઘર છોડીને હોટલમાં રહેવા જતો રહ્યો ત્યાં પણ વ્યાજખોરો તેને હેરાન કરતા હતા એવામાં ઉંઘની 50 જેટલી ગોળીઓ ખાઈ લીધી હતી. આથી પરિવાર તેમને હોસ્પિટલ લઈ ગયો હતો.

આ પણ વાંચો: 80 હજાર સામે 2 લાખ વસૂલ્યા છતાં 6 લાખ માગતો, વધુ એક વ્યાજખોર પોલીસ સકંજામાં આવ્યો

ADVERTISEMENT

હોસ્પિટલમાં પણ વ્યાજખોરો ઉઘરાણી કરતા
જોકે વ્યાજ ખોરો હોસ્પિટલમાં પણ બિલ્ડરને પૈસા માટે દબાણ કરતા અને પૈસા ન આપવા પર કિડની અને લીવર વેચીને પૈસા આપ તેવી ધમકી આપતા હતા. જે બાદ કંટાળીને બિલ્ડરે આઠ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે. એકબાજુ પોલીસે વ્યાજખોરો સામે ઝુંબેશ શરૂ કરી છે છતાં વ્યાજખોરોને જાણે પોલીસનો પણ ડર ન હોય તેમ મનફાવે તે રીતે વ્યાજ વસૂલી રહ્યા છે.

કોણ કેટલા પૈસા માગતું?

ADVERTISEMENT

  • સંગમ પટેલ નામનો વ્યાજખોર 13.65 કરોડની સામે 24 કરોડ માગતો
  • અર્પિત શાહ 18 લાખની સામે 12 કરોડ રૂપિયાની માગણી
  • અસ્પાલ અને દીગપાલ શાહ 7.98 કરોડની સામે 20 કરોડની ઉઘરાણી
  • અશોક ઠક્કરની 4.05 કરોડની સામે 50 કરોડની ઉઘરાણી
  • ચેતન શાહની 8.8 કરોડની સામે 30 કરોડની ઉઘરાણી
  • પંકજ પારેખની 4.74 કરોડની સામે 42 કરોડની ઉઘરાણી
  • લક્ષ્મણ વેકરિયાની 75 લાખની સામે 7 કરોડની માગણી

    follow whatsapp

    ADVERTISEMENT