Giga Bhammar Viral Video: ચારણ, દલિત બાદ ગીગા ભમ્મરે દરબારોને પણ લપેટ્યાં, વધુ એક બફાટનો વીડિયો વાયરલ

ADVERTISEMENT

જાહેર મંચ પરથી ગીગા ભમ્મરે દરબારો પર સાધ્યું નિશાન
Giga Bhammar Viral Video
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

ગીગા ભમ્મર સામે ચારેકોર જોવા મળી રહ્યો છે આક્રોશ

point

ગીગા ભમ્મર સામે અપાઈ ચૂક્યા છે અનેક આવેદનો

point

દેવાયત ખવડ વિવાદનો જાહેર મંચ પરથી કર્યો ઉલ્લેખ

Giga Bhammar Viral Video: આહીર સમાજના અગ્રણી ગીગા ભમ્મર (Giga Bhammar) સામે ચારેકોર આક્રોશ જોવા મળી રહ્યો છે. ગીગા ભમ્મરનો વિવાદ ખતમ થવાનું નામ જ નથી લઈ રહ્યો છે. ગીગા ભમ્મરના દરરોજ નવા-નવા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં ચારણ અને દલિત સમાજ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદનો આપનાર ગીગા ભમ્મર સામે અનેક આવેદનો અપાઈ ચૂક્યા છે. પહેલા ચારણ સમાજ (Charan Samaj) બાદમાં દલિત સમાજનું જાહેર મંચ પરથી અપમાન કરનારા ગીગા ભમ્મરનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ ક્ષત્રિય સમાજ પર નિશાન સાધી રહ્યા છે. 

દેવાયત ખવડ વિવાદ વિશે કરી હતી વાત 

આહીર સમાજના એક સમૂહલગ્નના કાર્યક્રમમાં જાહેર મંચ પરથી ગીગા ભમ્મર (Giga Bhammar) એ કથિત રીતે ચારણ સમાજ અને દલિત સમાજ વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. જે બાદ ચારણ સમાજ અને દલિત સમાજના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ જ કાર્યક્રમમાં ગીગા ભમ્મરે ક્ષત્રિય સમાજ (જાડેજા) પર નિશાન સાધ્યું હતું. જેમાં તેઓએ લોક સાહિત્યકાર દેવાયત ખવડ (Devayat Khavad) વિવાદ વિશે વાત કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો છે. 

વધુ વાંચો...ચારણ-ગઢવી સમાજ વિશે વિવાદિત નિવેદન આપનાર ગીગા ભમ્મરના પુત્રએ માફી માંગી, કહ્યું-જીભ લપસી ગઈ

'ખવડે જાડેજા દરબારના ટાટીયાં ભાંગી નાખ્યા હતા'

 

ગીગા ભમ્મરે આ વીડિયોમાં દેવાયત ખવડ દ્વારા જાડેજા દરબારના ટાટીયા ભાંગી નાખ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે. સમૂહલગ્નના કાર્યક્રમમાં ગીગા ભમ્મર (Giga Bhammar) એ સ્ટેજ પરથી કહ્યું હતું કે, 'ઓલા દેવાયત ખવડે જાડેજા દરબારના ટાટીયા ભાંગી નાખ્યા હતા.'

ADVERTISEMENT

વધુ વાંચો...ગીગા ભમ્મરનો માફી માંગવાનો ઇન્કાર, આહીર અગ્રણીઓ અને અંબરીશ ડેર પણ ન સમજાવી શક્યા 

દલિત સમાજ વિરુદ્ધ ઝેર ઓક્યું

 

આપને જણાવી દઈએ કે, ચારણ ગઢવી સમાજના અપમાન બાદ ગીગા ભમ્મરે દલિત સમાજ માટે ગેર બંધારણીય - વાંધા જનક શબ્દ બોલી દલિત સમાજનું અપમાન કર્યું હતું, દલિત સમાજ ખોટી એટરોસિટી કરતો હોવાનું ગીગા ભમ્મરે જણાવ્યું હતું. જે બાદ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અધિકાર મંચનાં સહ કન્વીનર માવજી સરવૈયા દ્વારા ભાવનગર આઈજી, એસ.પી ને ગીગા ભમ્મર વિરુદ્ધ પગલાં લેવા રજૂઆત કરાઈ છે. 

 

ADVERTISEMENT


 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT