મધ્ય ગુજરાતની પ્રખ્યાત પંચામૃત ડેરીમાં ભરતીના નામે ખોટી જાહેરાત પ્રસિદ્ધ કરનાર ઈસમો પર કસાયો સંકંજો

ADVERTISEMENT

gujarattak
social share
google news

વિરેન જોશી, મહીસાગરઃ રાજ્યમાં દિવસે-દિવસે ક્રાઈમ કરવાનો રેશિયો વધી રહ્યો છે. કોઈને કોઈ રીતે કિમિયાઓ શોધી કાઢવામાં આવતા હોય છે. મહીસાગરમાં આવી એક ઘટના બની છે એ પણ મધ્ય ગુજરાતની પ્રખ્યાત પંચામૃત ડેરીના નામે ખોટી પ્રસિદ્ધિ કરવામાં આવી છે. નાગરિકો સાથે છેતરપિંડી કરનાર ઈસમો સામે ફરિયાદ નોંધાવામાં આવી છે.

ધી પંચમહાલ ડીસ્ટ્રીકટ કો.ઓ. મીલ્ક પ્રોડ્યુસર યુનિયન લી .પંચામૃત ડેરી ગોધરાના નામે ડેરીમાં જુદી-જુદી જગ્યાઓ માટે ફોર્મ ભરી આપવામાં આવે છે. આવો મેસેજ સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કરવામાં આવ્યો છે. આ મેસેજ વાયરલ કરીને અસુવિધા ઉભી કરવાના હેતુથી મેસેજ પ્રાપ્ત કર્તાને છેતરવાના ઇરાદે ખોટો મેસેજ વાયરલ કરવામાં આવ્યો. નાગરિકો સાથે છેતરપિંડી કરનાર ઈસમો સામે ફરિયાદ નોંધાવામાં આવી છે. લુણાવાડામાં આવેલા મહાદેવ કોમ્પ્યુટરના પ્રકાશ જાની અને અંકીત ખાંટ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

બંધ કવર સાથે બાયોડેટા મોકલવા જણાવ્યું 
પંચમહાલની પંચામૃત ડેરીમા છેલ્લા દોઢ વર્ષથી સિનિયર ઓફીસર તરીકે નોકરી કરતા રોનકકુમાર સુરેશભાઇ પટેલ કે જેમની ફરજ ડેરીના સ્ટાફની અપોઈન્મેન્ટ કરે છે.  તેમના નામે એક કુરિયર આવે છે. જેમાં એક બંધ કવરમાં ટપાલ મોકલવામાં આવી હતી. એ ટપાલ જ્યારે રોનકભાઈએ ખોલી તો અરજદારની અરજી કરેલો લેટર હતો. જેમાં લખ્યું હતું, પ્રતિ , મેનેજીંગ ડાયરેકટર ધી પંચમહાલ ડીસ્ટ્રીકટ કો.ઓ.મિલ્ક પ્રોડુસર યુનીયન લી . પંચામૃત ડેરી ગોધરાને ઉદ્દેશીને વિષય- ઓનલાઇન જાહેરાતમા કલાર્કની જગ્યા અનુસંધાને અરજી કરુ છુ. સાથે લખ્યું હતુ કે, અરજીની લીંક બંધ થયેલ તે જેથી આ જાહેરાત અનુસંધાને કલાર્કની જગ્યા માટે અરજી કરીએ છીએ. તો આ બંધ કવર સાથે અરજદારે પોતાનો બાયોડેટા અને લાયકાત સાથે ડોક્યુમેન્ટ પણ મોકલ્યા હતા.

ADVERTISEMENT

 છેતરપિંડી માટે કર્યું કાવતરું
જો કે ડેરીના નામે કોઈપણ વિભાગમાં કોઈપણ કામગીરી માટે આવી કોઈ જાહેરાત આપવામાં આવી નથી. આ ફેક જાહેરાતનો મેસેજ વોટ્સએપ ગૃપ મારફતે વાયરલ કરવામાં આવ્યો હતો. આ મેસેજ લુણાવાડામાં પરશુરામ ચોકમાં આવેલા મહાદેવ કોમ્પ્યુટરના પ્રકાશ જાની અને અંકિત ખાંટે પોતાના સ્વાર્થ માટે આ મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. સાથે કિમિયો તો કેવો અપનાવ્યો કે ડેરીમાં ભરતી માટે અહીં ફોર્મ ભરી આપવામાં આવે છે. જેના કારણે અરજદારો તેના કમ્પ્યુટર ઓફિસ પર પહોંચે અને ફી ત્યાં જ જમા કરાવે, લોકો સાથે છેતરપિંડી કરવા માટે આ કાવતરુ ઘડવામાં આવ્યું હતું.

આખરે નોંધાઈ ફરિયાદ
જો કે આવી ખોટી જાહેરાત કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરવા માટે ડેરીના આગેવાનોએ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ કરનારમાં રોનકકુમાર સુરેશભાઇ પટેલ, ડેરીના કેન્સલટન્ટ પ્રભાતભાઇ પુનાભાઇ ભોઇ તથા વીજીલન્સ ઓફીસર ગોપાલભાઇ ભીખાભાઇ આહીર તથા ઓફીસર ઇ.ડી.પી. પ્રશાંતભાઇ જયંતીભાઇ રામીનો સમાવેશ થાય છે. અને આ ફરિયાદના આધારે મહાદેવ કોમ્યુટરના પ્રકાશ જાની અને અંકિત ખાંટની લુણાવાડા પોલીસે કરી અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પંચમહાલ ડેરીની ખોટી જાહેરાત પ્રસિદ્ધ કરનાર પોતાની પ્રસિદ્ધિ પર ખુદ દાગ લગાવી રહ્યાં છે એ વિચાર પણ ન આવ્યો અને આટલી મોટી છેતરપિંડી અરજદારો સાથે કરવા જઈ રહ્યાં હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT