ભુજમાં AIMIMના હોદ્દેદાર અને પાસાના આરોપીએ પોલીસ ઉપર ગાડી ચઢાવી દીધી, જાણો શું છે સમગ્ર મામલો
કૌશિક કાંઠેચા, કચ્છ: જિલ્લાના પાટનગર ભુજમાં ઓવેસીની પાર્ટી AIMIMના હોદ્દેદાર એવા પાસાના આરોપીએ પોલીસ ઉપર ગાડી ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાનો એક ચોંકાવનારો બનાવ ગુરુવારે…
ADVERTISEMENT
કૌશિક કાંઠેચા, કચ્છ: જિલ્લાના પાટનગર ભુજમાં ઓવેસીની પાર્ટી AIMIMના હોદ્દેદાર એવા પાસાના આરોપીએ પોલીસ ઉપર ગાડી ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાનો એક ચોંકાવનારો બનાવ ગુરુવારે સાંજે બન્યો છે. આ ઘટનાને લઈ પોલીસે આરોપીને પકડીને તેને LCBના હવાલે કર્યો છે. સમગ્ર ઘટનાને પગલે ભુજમાં પોલીસ સ્ટેન્ડ ટુ પોઝિશનમાં જોવા મળી હતી.
પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ, બે મર્ડર સહીત એક મારામારીના તાજેતરના બનાવમાં સંડોવાયેલા આરોપી મુજાહીદ હીંગોરજા નામના વ્યક્તિને પકડવા માટે એલસીબીની એક ટીમ ભુજના એરપોર્ટ રોડ ઉપર આવેલા ગાંધીનગરી રોડ ઉપર વોચમાં ગોઠવાઈ હતી. ત્યારે પોલીસ ઉપર હુમલાનો આ બનાવ બન્યો હતો.
પોલીસ પર કાર ચડાવી દેવાનો કર્યો પ્રયાસ
ઓવેસીની રાજકીય પાર્ટી AIMIMનાં કચ્છના જિમ્મેદાર તરીકે જેમની નિમણુંક કરવામાં આવેલી છે. તેવા મુજાહીદ અલીમામદ હીંગોરજા નામના વ્યક્તિ સામે કચ્છ કલેક્ટર દ્વારા પાસાનો હુકમ કરવામાં આવ્યો હતો. પોલીસ તેને બાતમીને આધારે પકડવા માટે ભુજમાં વોચ રાખીને બેઠી હતી. દરમિયાન મુજાહીદ અલીમામદ હીંગોરજાને ભુજના ગાંધીનગરી એરપોર્ટ રોડ ઉપરથી પસાર થવાની બાતમીને આધારે પોલીસે તેને ત્યાં રોકવાનો પ્રયત્ન કર્યો હતો. તે દરમિયાન તેણે પોલીસ ઉપર કાર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે તેને પકડી લીધો હતો.
ADVERTISEMENT
વોરંટ બજાવવા તેમણે રોકવાનો થયો હતો પ્રયાસ
પશ્ચિમ કચ્છના એસપી સૌરભસિંહે આ મામલે હતું કે, તેમને પોલીસની કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ઘટના ગુરુવારે રાતે આઠેક વાગ્યના અરસામાં બની હતી. ગાંધીનગર રોડ પર LCBની ટુકડીએ પાસાનો વોરંટ બજાવવા માટે તેને રોકાવ્યો હતો. ત્યારે તેણે દાદ ન આપી ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે તેની હરકતને નિષ્ફળ બનાવીને તેને ઝડપી લીધો હતો. અને ત્યારબાદ તેને કડક જાપ્તા હેઠળ ભુજમાં આવેલી એલસીની કચેરીએ લઇ જવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT