મોડાસા-હિંમતનગર હાઈવે પર કાર અને બુલેટ વચ્ચે ભયાનક અકસ્માત, માસી-ભાણિયા સહિત 3નાં મોત
અરવલ્લી: અરવલ્લીના મોડાસા-હિંમતનગર હાઈવે પર કાર અને બુલેટ વચ્ચે જીવલેણ અકસ્માત સર્જાયો છે. જેમાં એક જ પરિવારના 3 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે એક બાળક…
ADVERTISEMENT
અરવલ્લી: અરવલ્લીના મોડાસા-હિંમતનગર હાઈવે પર કાર અને બુલેટ વચ્ચે જીવલેણ અકસ્માત સર્જાયો છે. જેમાં એક જ પરિવારના 3 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે એક બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અકસ્માત બાદ હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. હાલમાં સ્થાનિક પોલીસ દ્વારા અકસ્માત અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બુલેટ પર જતા 4માંથી 3 લોકોના મોત
વિગતો મુજબ, મોડાસા-હિંમતનગર હાઈવે પર સ્કોડા કાર અને બુલેટ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં કારનો બોનેટના ભાગનો બુકડો બોલી ગયો હતો. જ્યારે બાઈક પર સવાર 4 લોકોમાંથી માસી-ભાણિયા સહિત 3 લોકોના મોત નિપજ્યા હતા અને એક બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. કારને જોતે તે કોઈ પ્રસંગમાંથી પરત આવી રહી હોય તેમ લાગી રહ્યું છે. કારના બોનેટ, હેન્ડલ તમામ જગ્યાઓ પર ગુલાબી રંગની ચૂંદડી બાંધવામાં આવેલી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: દાહોદમાં બાળ કલ્યાણ સમિતીએ વધુ એક બાળ લગ્ન રોક્યા, 406 કિમી દૂરથી આવેલી જાન પાછી વળી
ADVERTISEMENT
સ્ટેટ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો
અકસ્માતને પગલે મૃતકોના પરિજનો હીબકે ચડ્યા હતા. જ્યારે બનાવની જાણ થતા જ પોલીસનો કાફળો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અકસ્માતને પગલે સ્ટેટ હાઈવે પર દૂર સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.
ADVERTISEMENT
(વિથ ઈનપુટ: હિતેશ સુતરીયા)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT