GSSSB Exam: ગૌણ સેવા પસંદગી મંડળનો મોટો નિર્ણય, આ ઉમેદવારોને CCEની પરીક્ષા માટે અપાશે અલગથી તારીખ

ADVERTISEMENT

GSSSB Exam
ગૌણ સેવા પસંદગી મંડળનો મોટો નિર્ણય
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

ગૌણ સેવા પસંદગી મંડળનો મોટો નિર્ણય

point

ઉમેદવારો CCEની પરીક્ષા માટે અપાઈ રાહત

point

આવા ઉમેદવારોને અપાશે અલગથી પરીક્ષાની તારીખ

CCE Exam Latest News: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા CCEની પરીક્ષાને લઈને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે, જે મુજબ આગામી 1 એપ્રિલ 2024થી 8 મે 2024 દરમિયાન દરરોજ 4 સેશનમાં યોજાનારી પરીક્ષાના દિવસે જ ઉમેદવારના લગ્ન, પ્રસૂતિ, કે અન્ય કોઈ પરીક્ષા હશે તો  તેમને CCEની પરીક્ષા માટે અલગથી તારીખ અપાશે. 

આધાર-પૂરાવા સાથે કરવી પડશે રજૂઆત 

જે ઉમેદવારે આ પરીક્ષા માટે ફોર્મ ભર્યું છે તે ઉમેદવારના પરીક્ષાના દિવસે જ લગ્ન હશે તો તેમને CCE પરીક્ષા માટે અલગથી તારીખ મળી જશે.તો કોઈ મહિલા ઉમેદવારને પ્રસૂતિની સંભવિત તારીખ પરીક્ષા સમય દરમિયાન હોઈ તેવા કિસ્સામાં પણ પરીક્ષાની અલગ તારીખ મળી શકે છે.  આ માટે ઉમેદવારે પૂરાવા અને સોગંધનામા સાથે 12 માર્ચ પહેલાં જ રજૂઆત કરવી પડશે. 

ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરનાર સામે કરાશે કાર્યવાહી

જો કોઈ ઉમેદવાર દ્વારા ખોટા દસ્તાવેજો રજૂ કરીને અથવા અન્ય કોઈ રીતે મંડળને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરવામાં આવશે તો ઉમેદવારને પરીક્ષામાં બેસવા માટે ગેરલાયક ઠેરવવામાં આવશે.

ADVERTISEMENT

જાન્યુઆરીમાં ભરાયા હતા ફોર્મ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ક્લાસ 3ની ગ્રુપ A અને Bની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત કુલ 5554 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. આ માટે ગત 4 જાન્યુઆરી 2024થી અરજી પ્રક્રિયા શરૂ થઈ હતી.  જે 31 જાન્યુઆરી સુધી ચાલુ રહી હતી. 

અપ્રિલ-મે મહિનામાં યોજાશે પરીક્ષા 

 હવે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા CCE Examની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. આ પરીક્ષા CBRT પદ્ધતિ દ્વારા 1 એપ્રિલથી 8 મે 2024 સુધી યોજાશે. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT