શેરીમાં રમતી બાળકી પર કૂતરાએ હૂમલો કર્યો, બચાવવા આવેલા મહિલાને પણ ભર્યું બચકું
સુરતઃ અત્યારે રાજ્યમાં રખડતા ઢોરની સાથે કૂતરાઓની મુશ્કેલીઓ પણ વધી રહી છે. ગલીના કૂતરાઓ અવાર નવાર નાના બાળકો કે પછી ઉંમરલાયક કોઈપણ વ્યક્તિ પર હુમલો…
ADVERTISEMENT
સુરતઃ અત્યારે રાજ્યમાં રખડતા ઢોરની સાથે કૂતરાઓની મુશ્કેલીઓ પણ વધી રહી છે. ગલીના કૂતરાઓ અવાર નવાર નાના બાળકો કે પછી ઉંમરલાયક કોઈપણ વ્યક્તિ પર હુમલો કરી દેતા હોય છે. આવો જ એક કિસ્સો આજે સુરતની હંસપૂરા સોસાયટીમાં બન્યો છે. એક શેરીના કૂતરાએ નાની બાળકી પર હુમલો કરી દેતા ચકચાર મચી ગઈ છે. અત્યારે બાળકીના ગાલ પર એવું બચકુ કૂતરાએ ભર્યું છે કે તેને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી ગઈ છે.
બાળકી રમતી હતી અને અચાનક…
પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે બાળકી રમી રહી હતી ત્યારે અચાનક કૂતરાએ હુમલો કરી દીધો હતો. આ સમગ્ર ઘટનાક્રમના CCTV ફૂટેજ સામે આવી રહ્યા છે. જેમાં બાળકી રમતી રમતી અચાનક શેરીના રસ્તા પર આવી જાય છે. જ્યાં એક ગલીના કૂતરાએ તેના ગાલ પર બચકું ભર્યું. એટલું જ નહીં આની સાથે તેને જમીન પર પટકી દીધી હતી.
સુરતમાં બાળકી પર હડકાયું શ્વાન તૂટી પડ્યું, ગાલે બચકાં ભરી કરડી ખાતાં હોસ્પિટલમાં દાખલ #surat #dogs #streetdog pic.twitter.com/xNtzXOIlD2
— Gujarat Tak (@GujaratTak) January 9, 2023
ADVERTISEMENT
શેરીના કૂતરાએ હુમલો બંધ ન કર્યો
બાળકી પડી ગઈ પછી બચવા માટે તરફડિયા મારવા લાગી હતી. શેરીનું કૂતરૂ છતાં પણ તેને છોડતું નહોતું. બાળકીને જમીન પર પટકી તેના પર ચઢીને તેણે હુમલો ચાલુ રાખ્યો હતો. એકવાર બાળકીએ બચવા માટે પ્રયાસ કર્યો તો ફરીથી તેને જમીન પર પટકી દીધી હતી. ત્યારપછી સોસાયટીની મહિલા બહાર તેને બચાવવા માટે આવી હતી.
બચાવવા આવેલી મહિલાને ભર્યું બચકું…
શેરીના કૂતરાથી બાળકીને બચાવવા માટે સોસાયટીની મહિલા આવી હતી. તેણે કૂતરાને ભગાડ્યું અને બાળકીને લઈને ઘરે જઈ રહી હતી. આ દરમિયાન ફરીથી કૂતરાએ બાળકી પર હુમલો કરવા પ્રયત્ન કર્યો હતો. એટલું જ નહીં તેણે બચાવવા આવેલી મહિલાને પણ બચકુ ભરી લીધું હતું.
ADVERTISEMENT
With Input: સંજયસિંહ રાઠોડ
ADVERTISEMENT
મહિલાએ ભગવાનની પત્ની હોવાનો દાવો કર્યો, પુજારી પર પણ થૂંકી; જાણો પછી શું થયું…
બેંગ્લોરનાં એક મંદિરનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આમાં, એક મંદિરનો કાર્યકર એક મહિલાને માર મારતો અને પછી તેને મંદિરની બહાર ઢસડતો જોઈ શકાય છે. મીડિયા અહેવાલો પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના 21 ડિસેમ્બરની છે.
તુક્કલ વેચાણ અને ઉપયોગ સામે પણ પોલીસની છે બાજ નજર
ગુજરાતમાં તુક્કલ વેચાણ અને ઉપયોગ સામે પણ પોલીસે બાજ નજર રાખી છે. નોંધનીય છે કે અત્યારે પોલીસ સુપર એક્ટિવ મોડમાં આવી ગઈ છે. તુક્કલ વેચાણ અને ઉપયોગ સામે પણ કડક પગલા લેવાઈ શકે એવા મીડિયા અહેવાલો મળી રહ્યા છે. એકબાજુ ચાઈનીઝ દોરીના વિક્રેતાઓ સામે દરોડા પાડવામાં આવી રહ્યા છે. જ્યારે બીજીબાજુ તુક્કલોના કારણે સર્જાતી ગંભીર ઘટનાઓની પણ નોંધના પગલે આના વેચાણ સામે પણ પોલીસે લાલ આંખ કરી દીધી છે.
ADVERTISEMENT