આખલાના યુદ્ધમાં 6 વર્ષના બાળકનો લેવાયો ભોગ, હવે તો જાગો સરકાર

ADVERTISEMENT

gujarattak
social share
google news

સાજિદ બેલીમ, સુરેન્દ્રનગર: રાજ્યમાં આખલનું યુદ્ધ હવે સતત જીવલેણ સાબિત થઈ રહ્યું છે. રાજ્યમાં રખડતાં ઢોરને લઈ અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. આ દરમિયાન વધુ એક ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના નાના ટીંબલા ગામે બે આખલા બાખડતા શાળાએ જતાં 6 વર્ષનો બાળક આખલાની અડફેટે આવી જતાં બાળકનું કમકમાટીભર્યું મોત થયું છે.

રાજ્યમાં અનેક જગ્યાએ રખડતાં પશુનો સતત ત્રાસ જોવા મળી રહ્યો છે. ત્યારે લીમડીમાં આખલાની લડાઈમાં સ્કૂલે જઈ રહેલા ધોરણ-1માં અભ્યાસ કરતા 6 વર્ષના બાળકનું મોત થયું છે. સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઇ હતી. બે આખલાઓના યુધ્ધમાં એક નિર્દોષ માસુમ બાળકનો ભોગ લેવાતા રસ્તે રખડતા પશુઓને તાત્કાલિક ડબ્બે પુરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના શહેરી વિસ્તારમાં રસ્તા પર રખડતા પશુઓ લોકો માટે માથાના દુખાવા સમાન બની ગયા છે. હવે આ પશુઓ જીવ માટે જોખમી સાબિત થઈ રહ્યા છે. તો શહેરી વિસ્તારની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ આખલાઓ જાણે રીતસર આતંક મચાવ્યો હોય તેવી ઘટના બની છે. લીંબડી તાલુકાના નાના ટીંબલા ગામે જાહેર રસ્તા પર બે આખલા યુધ્ધે ચડ્યા હતા. જેને લઇને લોકોમાં નાસભાગ સાથે ભયનો માહોલ ફેલાઇ ગયો હતો. તે દરમિયાન જે જગ્યાએ આખલા બાખડતા હતા તે દરમિયાન વિરાજ ભાવેશભાઇ મેટાળીયા નામનો ૬ વર્ષનો બાળક શાળાએ જવા ત્યાંથી પસાર થતાં યુધ્ધે ચડેલા આખલાઓએ બાળકને અડફેટે લેતા બાળકને ગંભીર ઇજાઓ થઇ હતી.

ADVERTISEMENT

સારવાર મળે તે પહેલા જ બાળકનું મોત
બાળકને ઇજા પહોંચાડતા આસપાસમાંથી દોડી આવેલા ગ્રામજનોએ તાત્કાલિક બાળકના પરિવારજનોને જાણ કરી હતી. અને બાળકને લીંબડી હોસ્પિટલ સારવાર માટે લઇ ગયાં હતા. પરંતુ બાળકને સારવાર મળે તે પહેલા જ બાળકનું મોત થતાં સમગ્ર પરિવાર પર આભ તુટી પડ્યું હતું. આખલાની અડફેટે એક નિર્દોષ માસુમ ફુલ જેવા બાળકના મોતના બનાવને લઇને નાના એવા ટીંબલા ગામસહીત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઇ છે.

નક્કર કાર્યવાહી ની ઉઠી માંગ
રસ્તે રખડતા પશુઓ અવારનવાર બાખડતા અનેક લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. અને મહામુલી જીંદગી પણ ગુમાવી રહ્યાં છે. ત્યારે ફરી એકવાર આ આખલાના યુધ્ધમાં એક પરિવારે પોતાના વહાલસોયા લાડકાવાયો ગુમાવ્યો છે. ત્યારે તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી બહાર આવી રસ્તાઓ પર રખડતા મોત સમાન આખલાને ડબ્બે પુરવા નક્કર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

ADVERTISEMENT

આ પણ વાંચો:અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા: 1400 કિલો ચાંદીની લૂંટનો ભેદ ઉકેલાયો, ગેંગને ધૂમ મૂવીમાં મળી હતી ઓફર

ADVERTISEMENT

આખલાને પાંજરાપોળમાં મુકવામાં આવ્યા હતા
નાના ટીંબલા ગામમાં અગાઉ પણ આખલાનો આતંક હતો તે સમયે ગ્રામજનો દ્વારા ફાળો એકઠો કરી આખલાને પાંજરાપોળમાં મુકવામાં આવ્યા હતા. પરંતુ ફરીવાર એજ સ્થિતિ સર્જાતા ગ્રામજનોમાટે પણ આ સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઇ છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT