ગુજરાતમાં સરકારી શિક્ષણની આવી છે હાલત! અરવલ્લીમાં ધો.5માં ભણતા બાળકોને કક્કો-બારક્ષરીમાં પણ ફાં ફાં

ADVERTISEMENT

gujarattak
social share
google news

હિતેશ સુતરીયા/અરવલ્લી: ગુજરાતમાં સરકારી શાળાઓમાં શિક્ષણના કથળતા સ્તર વિશે છેલ્લા ઘણા સમયથી આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. સરકારી શાળામાં વિદ્યાર્થીઓ તો ઠીક તેમને ભણાવતા શિક્ષકો પણ લાયક ન હોવાનો તાજેતરમાં વીડિયો સામે આવ્યો હતો. આ વચ્ચે અરવલ્લીમાં ફરી શિક્ષણ વિભાગની પોલ ખુલી ગઈ છે. શાળામાં ભણતા ધોરણ 5ના બાળકોને કક્કો કે બારક્ષરી કંઈ આવડતું ન હોવાનો વીડિયો હાલ વાઈરલ થઈ રહ્યો છે.

જાગૃત નાગરિકે બનાવ્યો વીડિયો
સોશિયલ મીડિયામાં અરવલ્લી જિલ્લાના ભિલોડામાં આવેલી ખેરંચા પ્રાથમિક શાળાનો વીડિયો વાઈરલ થયો છે. જાગૃત નાગરિક દ્વારા ઉતારેલા વીડિયોમાં તે ખેરંચાની પ્રાથમિક શાળાની મુલાકાત લે છે અને ત્યાં ભણતા વિદ્યાર્થીઓને સવાલ કરી રહ્યો છે. જેમાં તે બાળકોને તેમનું ધોરણ પૂછે છે અને બાદમાં કક્કો કે બારક્ષરી આવડે છે એમ પૂછે છે. જવાબમાં વિદ્યાર્થીઓ તેમને બંનેમાંથી એકપણ ન આવડતું હોવાનું કહે છે. સાથે જ વીડિયો ઉતારતા સમયે ક્લાસરૂમમાં કોઈ શિક્ષક પણ દેખાતા નથી.

ADVERTISEMENT

અગાઉ પંચમહાલમાં ગણિતના શિક્ષકને દાખલો નહોતો આવડ્યો
વીડિયોમાં બાળકો તેમને ભણાવવા માટે શિક્ષક પણ ન આવતા હોવાનું કહે છે. ખેરંચાની પ્રાથમિક શાળામાં ખારી, વજાપુર, ખેરંચા સહિત આસપાસના ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવતા હોય છે. હાલમાં જ પંચમહાલના ઘોઘંબામાં પણ આ રીતે વીડિયો સામે આવ્યો હતો. જેમાં Dy DDO શાળાની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ગણિતના શિક્ષકને સવાલ પૂછ્યો હતો કે, 200ના 5 ટકા કેટલા થાય? જોકે બાળકોને શાળામાં ગણિત વિષય ભણાવનારા શિક્ષકને એટલી પણ જાણકારી નહોતી કે 200ના 5 ટકા કેટલા થાય.

    follow whatsapp

    ADVERTISEMENT