નવા વર્ષે ઇસરોનું નવું મિશન, આવતીકાલે XPoSAT સેટેલાઇટનું થશે લોન્ચિંગ, જાણો ખાસિયતો
ISRO Launch : આવતીકાલે નવાવર્ષની શરૂઆતના દિવસે જ ઇસરો એક નવું મિશન લોન્ચ કરી ફરી ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. XPoSAT સેટેલાઇટને સવારે 9 વાગ્યે…
ADVERTISEMENT
ISRO Launch : આવતીકાલે નવાવર્ષની શરૂઆતના દિવસે જ ઇસરો એક નવું મિશન લોન્ચ કરી ફરી ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. XPoSAT સેટેલાઇટને સવારે 9 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. આ ઉપગ્રહ અવકાશમાં થતા રેડિયેશનનો અભ્યાસ કરશે. તેમના સ્ત્રોતોની તસવીરો લેશે.
બ્રહ્માંડના 50 તેજસ્વી સ્ત્રોતોનો અભ્યાસ કરશે
તેમાં લગાવવામાં આવેલ ટેલિસ્કોપ રામન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવવામાં આવ્યું છે.આ ઉપગ્રહ બ્રહ્માંડના 50 તેજસ્વી સ્ત્રોતોનો અભ્યાસ કરશે.જેમ કે- પલ્સર, બ્લેક હોલ એક્સ-રે બાઈનરી, એક્ટિવ ગેલેક્ટીક ન્યુક્લી, નોન-થર્મલ સુપરનોવા. ઉપગ્રહને 650 કિમીની ઉંચાઈ પર તૈનાત કરવામાં આવશે.
ADVERTISEMENT
વર્ષ 2017માં આ મિશનની શરૂઆત થઈ હતી
આ મિશન ISRO દ્વારા વર્ષ 2017માં શરૂ કરવામાં આવ્યું હતું. આ મિશનનો ખર્ચ 9.50 કરોડ રૂપિયા છે. લોન્ચ થયાના લગભગ 22 મિનિટ પછી, એક્સપોઝેટ સેટેલાઇટ તેની નિયુક્ત ભ્રમણકક્ષામાં તૈનાત કરવામાં આવશે. આ ઉપગ્રહમાં બે પેલોડ છે.જેમાં POLIX અને XSPECT સમાવેશ થાય છે.
એક્સ-રે પોલેરીમીટર સેટેલાઇટ (XPoSat)
એક્સ-રે પોલેરિમીટર સેટેલાઇટ (XPoSat) એ ખગોળશાસ્ત્રીય એક્સ-રે સ્ત્રોતોનો અભ્યાસ કરવા માટેનું ભારતનું પ્રથમ સમર્પિત ધ્રુવીયમીટર મિશન છે. આમાં, અવકાશયાન પૃથ્વીની નીચેની ભ્રમણકક્ષામાં બે વૈજ્ઞાનિક પેલોડ વહન કરશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સેટેલાઈટની ખાસિયત
XPoSAT સેટેલાઈટનું કુલ વજન 469 કિગ્રા છે. જેમાં પ્રત્યેક 144 કિગ્રાના બે પેલોડ છે. તેને PSLV રોકેટ દ્વારા શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરના પ્રથમ લોન્ચ પેડથી લોન્ચ કરવામાં આવશે. અત્યાર સુધીમાં PSLV રોકેટની 59 ફ્લાઈટ્સ થઈ ચૂકી છે. તેમાંથી માત્ર બે લોન્ચ નિષ્ફળ થયા છે. PSLVની આ 60મી ઉડાન છે. જ્યારે PSLV-ડીએલની આ ચોથી ઉડાન છે. આ રોકેટનું વજન 320 ટન છે. તેની ઊંચાઈ 44.4 મીટર છે. આ 4 તબક્કાનું 2.8 મીટર વ્યાસનું રોકેટ છે. તેની પ્રથમ ઉડાન 20 સપ્ટેમ્બર 1993ના રોજ થઈ હતી. ત્યારપછી તેણે અનેક દેશી અને વિદેશી ઉપગ્રહો સફળતાપૂર્વક લોન્ચ કર્યા છે.
ADVERTISEMENT