IPL 2023 FINAL GTvsCSK Live Update: વરસાદ અટક્યો, કવર હટ્યા
અમદાવાદ : IPL ફાઈનલ 2023 GT vs CSK લાઈવ અપડેટ્સ: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 (IPL 2023) ની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી…
ADVERTISEMENT
અમદાવાદ : IPL ફાઈનલ 2023 GT vs CSK લાઈવ અપડેટ્સ: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 (IPL 2023) ની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ગુજરાતની ટીમે 4 વિકેટે 214 રન બનાવ્યા હતા. ટીમ માટે સાઈ સુદર્શને 47 બોલમાં 96 રનની તોફાની ઈનિંગ રમી હતી. તેણે 6 સિક્સર અને 8 ફોર ફટકારી હતી. તેનો સ્ટ્રાઈક રેટ 204.25 હતો.
Rain stops play in Ahmedabad 🌧️🌧️
Stay tuned for further updates.
Scorecard ▶️ https://t.co/WsYLvLrRhp#TATAIPL | #Final | #CSKvGT pic.twitter.com/miY8emHBWz
— IndianPremierLeague (@IPL) May 29, 2023
સુદર્શન ઉપરાંત રિદ્ધિમાન સાહાએ 54 અને શુભમન ગિલે 39 રન બનાવ્યા હતા. ચેન્નાઈ તરફથી મતિશા પથિરાનાએ 2 વિકેટ લીધી હતી. ભારે વરસાદને કારણે મેચ અધવચ્ચે જ રોકી દેવામાં આવી છે. 28 મેના રોજ મેચ દરમિયાન વરસાદ પડ્યો હતો, જેના કારણે IPLના ઈતિહાસમાં પ્રથમ વખત ફાઈનલ મેચ રિઝર્વ ડે પર યોજાઈ રહી છે. અત્રે ઉળ્લેખનીય છે કે, 214 રનનો પીછો કરવા માટે ચેન્નાઇ સુપર કિંગ્સ ઉતરી જ હતી. 4 જ રન થયા હતા ત્યાં ફરી એકવાર વરસાદ શરૂ થયો હતો. જેના કારણે હાલ પુરતી મેચ અટકાવી દેવાઇ છે.
ADVERTISEMENT
UPDATE 🚨
Rain has stopped in Ahmedabad and the covers are off.
Pitch inspection to take place at 10:45 PM IST.#TATAIPL | #Final | #CSKvGT
— IndianPremierLeague (@IPL) May 29, 2023
મેદાન પરથી કવર્સ હટાવવામાં આવી ચુક્યા છે. અંપાયર્સ રાત્રે 10.45 વાગ્યે મેદાનની તપાસ કરશે. હાલ એક પ્રેક્ટિસ પીચ સુકવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેના પર પાણી પ્રમાણમાં વધારે ભરાઇ ચુક્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT