EXCLUSIVE: ધોનીના સંન્યાસ અંગે સૌથી મોટા સમાચાર, નિવૃતીનું કોઈ આયોજન નથી

ADVERTISEMENT

Biggest News on Dhoni's Retirement
Biggest News on Dhoni's Retirement
social share
google news

નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2023) માં ચેન્નાઇ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ યોજાઇ હતી. આ મેચ લખનઉના મેદાન પર આયોજીત થઇ હતી. જેમાં મહેન્દ્રસિંહ ધોનીએ પોતાના સન્યાસ અંગે મૌન તોડ્યું હતું.

ટોસ દરમિયાન એન્કરને તીખો જવાબ આપ્યો
અત્રે નોંધનીય છે કે, ટોસ દરમિયાન ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર ડૈની મોરિસન એન્કર તરીકે મેદાન પર હાજર હતા. આ દરમિયાન મોરિસને ધોનીને પુછ્યું કે, તમે તમારી આઇપીએલ સિઝનને એન્જોઇ કરી રહ્યા છો? જે અંગે ધોનીએ કહ્યું કે, આ તમે નિર્ણય લીધો કે આ મારી અંતિમ IPL છે, મે હજી સુધી નિશ્ચય નથી કર્યો.

ધોનીની ઉંમર 42 વર્ષ થઇ ચુકી છે
અત્રે ઉલ્લેખનીય છે કે, ધોની આ વર્ષે 7 જુલાઇએ 42 વર્ષના થશે. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે, ધોની સન્યાસ લઇ લેશે. તેણે આ અંગે અગાઉ કેટલી હિન્ટ પણ આપી હતી. ધોનીએ ઇન્ટરનેશનલ ક્રિકેટથી 15 ઓગસ્ટ, 2020 ના રોજ રિટાયરમેન્ટ લઇ લીધું હતું, પરંતુ IPL રમતા રહ્યા હતા. ધોનીની કેપ્ટન્સીમાં ચેન્નાઇની ટીમે 4 વખત ખિતાબ જીત્યો છે. તેઓ આ સિઝનમાં પણ ટીમની કમાન સંભાળી રહ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT