અરે… વીજતારને દોરી જેવી ઢીલ ન અપાયઃ પાલિતાણામાં PGVCLનું બુદ્ધીનું પ્રદર્શન અને જીવ ગયો
ભાવનગરઃ ભાવનગરના પાલિતાણામાં પીજીવીસીએલની એવી મુર્ખામી સામે આવી છે કે જેને જોતા જ પીજીવીસીએલ પર હસવું કે ગુસ્સો કરવો તે પ્રશ્ન થાય. મુર્ખામી એવી કે…
ADVERTISEMENT
ભાવનગરઃ ભાવનગરના પાલિતાણામાં પીજીવીસીએલની એવી મુર્ખામી સામે આવી છે કે જેને જોતા જ પીજીવીસીએલ પર હસવું કે ગુસ્સો કરવો તે પ્રશ્ન થાય. મુર્ખામી એવી કે વીજ તાર છેક જમીનથી એટલા ઢીલા મુકી દીધા કે પશુ વીજતારને અડકી જતા તેનું મોત થયું હતું. ઘટનાને પગલે લોકોમાં પણ આ મુર્ખામી ચર્ચાનો વિષય બની હતી કે કોઈ માનવ જીવ પણ આ તારને કારણે જોખમમાં મુકાઈ શકે છે.
Hockey World Cup: ભારતની ધમાકેદાર શરૂઆત, પહેલી જ મેચમાં સ્પેનને પછાડ્યું
વાડી માલિકે કરી PGVCL સામે પોલીસમાં અરજી
પાલિતાણાના દુધાળા ગામની આ ઘટના છે. જ્યાં એક વાડીના વિસ્તારમાંથી પીજીવીસીએલની 11kv લાઈનના તાર અડકી જતા એક ભેંસનું વીજ કરંટથી મોત થયું હતું. આ તાર એટલા નીચે આવી ગયા હતા કે સરળતાથી અડકી જવાય. પીજીવીસીએલનું તંત્ર તો એવું નિંદ્રાધીન છે કે જીવ જતો રહ્યો તો પણ જાગવાનું નામ લેતું નથી. જાણે કે હજુ પણ કોઈ માનવ જીવ જાય તેની રાહમાં બેસી રહ્યું છે. વાડીના માલીક દ્વારા આ મામલાને લઈને પીજીવીસીએલ સામે પોલીસમાં જ અરજી આપી દેવામાં આવી છે.
ADVERTISEMENT
(વીથ ઈનપુટઃ નીતિન ગોહિલ, ભાવનગર)
ADVERTISEMENT