લુણાવાડામાં ગાયનું કરાયું રેસક્યૂઃ ખુલ્લી ગટરમાં પડી જતા પાલિકાની બેદરકારી થઈ છત્તિ
વીરેન જોશી.મહીસાગરઃ મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરની નગરપાલિકા કોઈને કોઈ કારણે હમેશા ચર્ચામાં રહેતી હોય છે. કોઈક વખત નગરપાલિકામાં જનતા પાણી માટે હલ્લો મચાવે…
ADVERTISEMENT
વીરેન જોશી.મહીસાગરઃ મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરની નગરપાલિકા કોઈને કોઈ કારણે હમેશા ચર્ચામાં રહેતી હોય છે. કોઈક વખત નગરપાલિકામાં જનતા પાણી માટે હલ્લો મચાવે ત્યારે કોઈક વાર કોમર્શિયલ બિલ્ડીંગમાં ફાયર સેફટીનો અભાવના હોય તેવી કોમર્શિયલ બિલ્ડીંગ નીચે આવેલી દુકાનોના ત્રણ દરવાજામાંથી એક દરવાજો દેખાવ ખાતર સીલ કરી પોતાના ઉચ્ચ અધિકારીઓને ઉલ્લુ બનાવીને ચર્ચામાં રહેતી હોય છે, ત્યારે આજે નગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે એક ગાય ગંદકીથી ખદબદતી ખુલ્લી ગટરમાં પડી જતા ગૌપ્રેમીઓમાં તેમજ નગરજનોમાં લુણાવાડા નગરપાલિકા ચર્ચામાં રહી હતી.
PM મોદીની સુરક્ષાને તોડીને તેમની નજીક પહોંચી જનાર બાળકે જણાવ્યું કેમ આવું કર્યું
રાહદારીઓને અકસ્માતનો ડર
લુણાવાડા શહેરમાં અનેક વિસ્તારોમાં ખુલ્લી ગટરો તેમજ ખુલ્લા ઢાંકણ જોવા મળે છે. જેથી રાહદારીઓને સતત અકસ્માતનો ડર સતાવતો હોય છે. તેવામાં આજે વરધરી રોડ પર આવેલ ગંદકીથી ખદબદતી ખુલ્લી ગટરમાં એક ગાય પડી ગઈ હતી અને જેની સ્થાનિકોને ખબર પડતાં તાત્કાલિક લુણાવાડા નગરપાલિકામાં જાણ કરવામાં આવતા નગરપાલિકાના ફાયર વિભાગના કર્મીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોળી આવ્યા હતા. ગાયને ઊંડી ગટરમાંથી રેસ્ક્યુ કરી બહાર કાઢી ગાયનો જીવ બચાવ્યો હતો. અમુક જગ્યાઓ પર ઢાંકણ તૂટેલી અવસ્થામાં છે જેના કારણે સ્થાનિક રહીશો અને રાહદારીઓ, વાહન ચાલકોને અકસ્માતનો ડર સતત સતાવી રહ્યો છે ત્યારે સ્થાનિક લોકોની માગ છે કે આવી ખુલ્લી ગટરોને વહેલી તકે ઢાકવામાં આવે તેમજ તૂટેલી ગટરો અને ઢાંકણને વહેલી તકે રીપેર કરવામાં આવે જેથી કોઈ મોટો અકસ્માત ન સર્જાય.
સંતાનો સાથે નથી તો શું થયું, એક બીજાનો આધાર બની કરશું ઉત્તરાયણઃ વૃદ્ધાશ્રમની મકર સંક્રાંતિ
ખુલ્લી ગટરની કામગીરી સુધારવા
લુણાવાડા શહેરમાં આગાઉ પણ અનેક જગ્યાઓ પર ખુલ્લી ગટરોમાં અબોલા પશુઓ પડી જવાની ઘટના બની ચુકી છે ઉલ્લેખનીય છે કે થોડા સમય આગાઉ શહેરની પ્રાણમી સોસાયટીમાં ખુલ્લી ગટરમાં એક ગાય પડી ગઈ હતી જેને સ્થાનિક લોકોએ બહાર કાઢી હતી ત્યારે શહેરમાં અવાર નવાર આવા બનાવો બનતા રહે છે ત્યારે ફરીથી કોઈ અબોલા પશુ કે કોઈ રાહદારી કે વાહન ચાલક ખુલ્લી ગટરમાં પડે નહીં તે માટે વહેલામાં વહેલી તકે પાલિકા તંત્ર ખુલ્લી ગટરોને યોગ્ય ઢાંકે અને તૂટેલા ઢાંકણને નવા નાખે તેવી લોકમાગ ઉઠવા પામી છે ત્યારે જોવું રહ્યું કે નગરપાલિકા કુંભકર્ણની નિંદ્રામાંથી ક્યારે જાગે છે અને યુદ્ધના ધોરણે જોખમી ગટરોની કમગીરી પૂર્ણ કરી અબોલા પશુ અને રાહદારીઓની મુશ્કેલીઓનો અંત લાવશે
ADVERTISEMENT
ADVERTISEMENT