પાંજરે પુરાયેલા દીપડા સામે માણસનું અટહાસ્યઃ જુઓ ડાંગનો આ Video

ADVERTISEMENT

gujarattak
social share
google news

ડાંગઃ હિંસક પ્રાણીને જ્યારે પણ માણસે કાબુમાં કર્યું છે ત્યારે એક અલગ જ અટહાસ્ય તેના મનમાં જોવા મળતું હોય છે, જોકે ડાંગના એક વીડિયોમાં માણસનું આ અટહાસ્ય સાંભળી પણ શકાય છે. હિંસક દીપડો પોતાની મજબુરીને કારણે પાંજરે પુરાયો આ તરફ માણસની ચાલાકીના કારણે તે પાંજરે પુરાયો પણ પાંજરે પુરાયા પછી પણ જીવ માત્ર માટે માણસના મનમાં કેવી ભાવનાઓ હોય છે તે ભાવનાઓ આ વીડિયોમાં અનુભવી શકાય છે. ગુજરાતમાં જંગલની પણ એક અલગ કહાની બનતી જાય છે, જંગલી પ્રાણીઓને ક્યારેક માણસનો સારો અનુભવ થાય છે તો ક્યારેક અકલ્પનીય પીડા પણ મળે છે. એક તરફ માણસ પર દીપડાના હુમલાની ઘટનાઓ પણ બને છે તો બીજી તરફ હિંસક પ્રાણીઓ પર માણસનો ત્રાસ પણ. જોકે આ બંનેનો મોટો તફાવત એ છે કે એક કુદરતી રીતે હિંસક છે તો બીજુ માનસીક રીતે.

એક દીપડો પકડ્યો ત્યાં બીજાનો વીડિયો વાયરલ
હાલમાં સાપુતારા ઘાટ પર ફરી એક વખત દીપડો દેખાયો છે. સ્થાનિક કાર ચાલક દ્વારા દીપડાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ગત રાત્રે સામગહાન વિસ્તારમાં જ વનવિભાગના પાંજરે એક દીપડો પકડાયો હતો. ડાંગના જંગલોમાં દીપડાની દહેશત વચ્ચે ગિરિમથક નજીક દીપડાની લટારથી વનવિભાગ પણ એલર્ટ બન્યું છે. અગાઉ સાપુતારા ખાતે પાળતુ શ્વાનનો શિકાર પણ કરવા આવેલો દીપડો કેમેરામાં ઝડપાયો હતો. દરમિયાન સાપુતારામાં ફરવા આવેલા પ્રવાસીઓને રાત્રીના સમયે કારમાંથી નીચે નહીં ઉતરવા માટે પણ વન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.

ADVERTISEMENT

જુનાગઢમાં ગિરનારીના ચરણોમાં બેસી કિર્તિદાન ગઢવીએ ગાયી સ્તૂતિ- Video

(ઈનપુટઃ રોનક જાની, ડાંગ)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT