રાજકોટનો રાકેશ રાજદેવ અને ટોમી ઉંઝાના 1400 કરોડના સટ્ટાનો હિસાબ મળ્યોઃ 2 સામે લૂક આઉટ નોટિસની તૈયારી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાતને હચમચાવી મુકનારા ઈતિહાસના સૌથી મોટા ક્રિકેટ સટ્ટાને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે. ડીસીપી ચૈતન્ય માંડલીકનું કહેવું છે કે ક્રાઈમ બ્રાન્ચને ટોમી ઉંઝા અને રાકેશ રાજદેવ ઉર્ફે આરઆરના 1400 કરોડના હિસાબ મળી આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે આ મામલામાં 2 સામે લુક આઉટ નોટિસ ઈશ્યૂ કરવાની તૈયારીઓમાં છે.

રૂપિયા વિદેશોમાં પણ ટ્રાન્સફર થતા
ગુજરાતના મોટા બુકીઓમાં સમાવિષ્ટ રાજકોટનો આરઆર અને ટોમી ઉંઝાના ક્રિકેટ સટ્ટાના મામલામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મોટો પર્દાફાશ કર્યો છે. આ બંનેની સર્કિટમાં એક જ સિઝનમાં 1400 કરોડ રૂપિયાનો સટ્ટો ખેલાયો હોવાનું સામે આવ્યું છે. તેઓ સટ્ટાના નાણા વિદેશ પણ ટ્રાન્સફર કર્યા હોવાનું ખુલ્યું છે. આરોપીઓ સામે લુક આઉટ સર્ક્યૂલર નોટિસ ઈશ્યૂ કરવાની તૈયારીઓ ક્રાઈમ બ્રાન્ચે કરી લીધી છે.

પાવાગઢઃ DDO સામે તલાટીની અક્કડ, ઓફીસે આવ્યા તો, તાળુ મારી રવાના

દુબઈમાં ડમી એકાઉન્ટની વિગતો મળી
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિક કહે છે કે, આ બંનેના 1400 કરોડના સટ્ટાનો હિસાબ મળી ગયો છે. જેમાં તેમણે હવાલા અને દુબઈના ડમી બેન્ક એકાઉન્ટની વિગતો સામે આવી છે. તેમની સામે લુક આઉટ નોટિસ માટેની કામગીરી શરૂ કરી દેવાઈ છે. ઉલ્લેખનીય છે કે મોબાઈલ એપથી રમાતા ક્રિકેટ સટ્ટામાં અત્યાર સુધી ઝડપાયેલો આ સૌથી મોટો ઐતિહાસિક હિસાબ છે. છેલ્લા ઘણા સમયથી ક્રિકેટ સટ્ટો ઓનલાઈન થઈ ગયો છે. જોકે આ સ્ટ્ટો રમનાર કે રમાડનારને પોલીસ ઝડપે છે. તેમાં હાર જીત પછી એક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવતા હોય છે. પરંતુ આવા ઘણા કેસ છે કે જેમાં આઈટી એક્ટ પ્રમાણે કાર્યવાહી કેમ થઈ શકી નથી તેનો સવાલ સતત ઊભો થતો રહ્યો છે. કારણ કે આ રીતે ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ આવી રીતે રૂપિયાની હેરાફેરીને મની લોન્ડરિંગ કહી શકાય કે કેમ તે પણ પ્રશ્નો ઊભા થતા રહ્યા છે.

ADVERTISEMENT

‘આ સ્કેમ ઓફ ધ સેન્ચુરી છે, બેંકો-LIC ડૂબી જાય તેવી મહાભયંકર પરિસ્થિતિનું નિર્માણ થયું છે’, કોંગ્રેસ

કાળી કમાણીનો દરિયો
ક્રિકેટ સટ્ટામાં માત્ર બુકીઓ જ નહીં પણ તેમના એજન્ટ્સ પણ ભરપૂર કમાણી કરે છે. કરોડોની કમાણી આ કાળા ધંધામાંથી થતી હોય છે. જોકે આ ધંધામાં રમનારો મોટા ભાગે નુકસાન કરી બેસતો હોય છે, પરંતુ સટ્ટો રમવાનો એક નશો તેમના મનમાં ચઢેલો હોય છે. અલગ અલગ લાઈનમાં 5થી 7 કરોડ એક જ લાઈન દીઠ હોય છે. જે અલગ અલગ બુકીઓના હોય છે. તેના રૂપિયા કઢાવવા માટે ટપોરીઓ જ રિકવરી એજન્ટ બની જાય છે અને તેઓ રિકવરી કરી આપવાના પણ તગડા રૂપિયા કમાતા હોય છે. એક રીતે કહી શકાય કે કાળી કમાણીનો દરિયો છે અને તેમાંથી આ તો હજુ ચાંચમાં ભરાય તેટલું છે.

મોટાભાગે દુબઈથી સટ્ટો ચલાવાય છે
ગુજરાત પોલીસના ચોપડે બુકી તરીકે ચઢેલા રાકેશ રાજદેવ ઉર્ફે આરઆર સહિતના મોટા ભાગના બુકીઓ છેલ્લાં ઘણા વર્ષોથી પોતાનો કારોબાર દુબઈથી જ ચલાવી રહ્યા છે. ક્રિકેટના બુકીઓને મુક્ત માહોલ ત્યાં મળતો હોવાથી લગભગ તમામ બુકીઓ પોતાનો કાળો કારોબાર દુબઈ ખાતેથી ઓપરેટ કરે છે. દુબઈ બેઠેલો રાકેશ રાજદેવ અને તેનો સાગરિત ખન્ના અમદાવાદના શાહીબાગમાં રહેતા હરિકેશ પ્રણવકુમાર પટેલને ફોન પર સૂચનાઓ આપી અબજો રૂપિયાના વ્યવહાર કર્યા હોવાનું પણ સામે આવી ચુક્યું છે.

ADVERTISEMENT

રાકેશ રાજદેવનો ઈતિહાસ
રાજકોટનો રાકેશ રાજદેવ ઉર્ફે આર.આર. સામે ગુજરાત પોલીસના ચોપડે ક્રિકેટ સટ્ટા બેટીંગના એક નહીં અઢળક ગુનાઓ નોંધાઈ ચુક્યા છે. રાકેશ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં અમુક વર્ષ અગાઉ 3.55 કરોડની છેતરપિંડીની ફરિયાદ પણ થઈ ચુકી છે. રાકેશ રાજદેવે સસ્તામાં સોનું આપવાની લાલચ આપી અમદાવાદના શૈવલ પરીખ પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા હતા. પણ બાદમાં, આ મામલે કોર્ટમાં સમાધાન થઈ ગયું હોવાની માહિતી સામે આવી હતી. પોતે સજ્જન વ્યક્તિ છે તેવો ઢંઢેરો પીટતો રાકેશ રાજદેવ અખબારમાં જાહેરખબર આપીને પોતાની છબી ચોખ્ખી કરવાના પ્રયત્નો કરી ચુક્યો છે.

ADVERTISEMENT

પ્રેમની તાલિબાની સજા! ભરૂચમાં પ્રેમિકાના પરિવારજનોએ પ્રેમીને નગ્ન કરી જાહેરમાં માર માર્યો, VIDEO વાઈરલ

મુખ્ય એકાઉન્ટોની તપાસ ચાલુ
આકાશ ઓઝાના ઈન્ડસઈન્ડ બેંક એકાઉન્ટમાં તારીખ 5 એપ્રિલ 2022થી 16 જુલાઈ 2022 સુધી 170 કરોડથી વધુ રૂપિયાના અલગ અલગ વ્યવહારો કરવામાં આવ્યા છે. આકાશના એકાઉન્ટમાં કેટલીક રકમ તો એકથી, બીજાથી, ત્રીજા અને ત્યારબાદ જમા થઈ છે. ક્રિકેટ સટ્ટા બેટીંગમાં થયેલી હાર-જીતની રકમની લેવડદેવડ માટે આકાશના બેંક ખાતાનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું હતું.

પંજાબ નેશનલ બેંક (PNB) માં રહેલા નોવા એન્ટરપ્રાઈઝ, એચ.ડી.એફ.સી. બેંકમાં શ્રી શક્તિ એન્ટરપ્રાઈઝ અને આઈ.ડી.એફ.સી. બેંકમાં સુખસાગર હોલીડેઝના નામના ત્રણ મુખ્ય બેન્ક એકાઉન્ટમાંથી લગભગ પચાસેક કરોડ રૂપિયા જેટલા ટ્રાન્જેકશન અન્ય 7 એકાઉન્ટમાં કરવામાં આવ્યા, અન્ય 7 એકાઉન્ટમાં એમ. એ. ટ્રેડર્સ, અક્ષત મલ્ટી ટ્રેડર્સ, સાગર એન્ટરપ્રાઈઝ, એલેક્ષ મલ્ટી ટ્રેડીંગ, આર્યન એન્ટરપ્રાઈઝ, અમિત ટ્રેડર્સ અને મે. વિનાયક ઈલેકટ્રોનિકસનો સમાવેશ થાય છે. આ તમામ એકાઉન્ટ કોના? અને કેવી રીતે ખોલવામાં આવ્યા? તેની પોલીસ તપાસ ચલાવી રહી છે.

    follow whatsapp

    ADVERTISEMENT