પઠાણ ફિલ્મને લઈને હુમલો કરવાની ધમકી આપે છેઃ મલ્ટીપ્લેક્શ એસો.ને CM ભૂપેન્દ્ર પટેલના દ્વાર ખટખટાવ્યા
ગાંધીનગરઃ ગુજરાતમાં લોક કલાકારથી લઈને ઘણાઓ દ્વારા પઠાણ ફિલ્મ રિલીઝ નહીં થવા દઈએ તેવી ધમકીઓ આપી છે, સાથે જ હાલમાં અમદાવાદમાં આલ્ફા વન મોલમાં પોસ્ટર્સની…
ADVERTISEMENT
ગાંધીનગરઃ ગુજરાતમાં લોક કલાકારથી લઈને ઘણાઓ દ્વારા પઠાણ ફિલ્મ રિલીઝ નહીં થવા દઈએ તેવી ધમકીઓ આપી છે, સાથે જ હાલમાં અમદાવાદમાં આલ્ફા વન મોલમાં પોસ્ટર્સની તોડફોડ પણ થઈ. આ ફિલ્મની રિલીઝ વખતે પણ આ તોફાની તત્વો વધુ ઉગ્ર બનશે તેવી ચીમકી પણ આપતા ગયા હતા. હવે આ મામલાને લઈને ગુજરાત મલ્ટીપ્લેક્સ એસોશિએશન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના દ્વાર ખટખટાવાયા છે. થિયેટર માલિકો દ્વારા આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ કરતી વખતે સુરક્ષાને સુનિશ્ચિત કરીને કાર્યવાહી થાય તેવી માગણી કરવામાં આવી છે.
Fact Check: કચ્છમાં સરકારે નોટિસ વગર 6 ગેરકાયેદસર મદરેસા પર બુલડોઝર ફેરવી દીધું?
શું કહ્યું મલ્ટીપ્લેક્શ એસો.ના પ્રમુખે?
ગુજરાત મલ્ટીપ્લેક્સ એસોશિએશનના પ્રમુખ મનુભાઈ પટેલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને સિનેમા હોલની સુરક્ષાને લઈને આવેદનપત્ર આપ્યું હતું. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે સિનેમાઘરોમાં રિલીઝ થનારી ફિલ્મને સેન્સર બોર્ડ દ્વારા પાસ કરવામાં આવે છે અને ત્યારબાદ તેને રિલીઝ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં પઠાણ ફિલ્મની રિલીઝ પર ઘણા સંગઠનો થિયેટર્સ પર હુમલો કરવાની ધમકી આપી રહ્યા છે અને સુરક્ષા સંબંધિત ખતરો છે. ગુજરાતના મલ્ટિપ્લેક્સ એસોસિએશને આ પત્ર ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને લખ્યો છે.
જૂનાગઢમાં મહાશિવરાત્રિ પર્વના મેળાને લઈ તંત્રએ શરૂ કરી તૈયારી, જાણો શું છે ધાર્મિક કથા
ભય દૂર થાય તે જરૂરીઃ એસો
તેમણે કહ્યું કે, કેટલાક તત્વો દ્વારા ગેરકાયદે રીતે સીનેમા ગૃહોને ટાર્ગેટ કરીને, તેમની પોતાની સમજ અને માનસિકતાથી ગેરકાયદે રીતે ધમકાવાઈ રહ્યા છે. અમે આપને વિનંતી કરી રહ્યા છીએ કે, સીનેમા ગૃહો પણ અન્ય બિઝનેસની જેમ સામાન્ય રીતે ચાલી શકે અને આ પ્રકારનો ભય દૂર થાય તે જરૂરી છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં બેશરમ રંગ ગીત સામે આવ્યું ત્યારથી કેટલાક કહેવાતા હિન્દુ સંગઠનોએ વિરોધ કર્યો હતો કે તેમાં દિપિકા પાદૂકોણે જે ઓરેન્જ રંગની બિકિની પહેરી છે તેના કારણે હિન્દુ સંસ્કૃતિનું અપમાન થાય છે. ભગવો રંગ હિન્દુ સંસ્કૃતિનો પ્રતિક છે.
ADVERTISEMENT
(વીથ ઈનપુટઃ ગોપી ઘાંઘર, ગાંધીનગર)
ADVERTISEMENT