વેરાવળઃ ગામમાં 25 શ્વાનોની થઈ હત્યા? ગુનો નોંધવાની માગ વચ્ચે ધારાસભ્યએ કહ્યું કે…

ADVERTISEMENT

gujarattak
social share
google news

કૌશલ જોશી.ગીર-સોમનાથઃ ગીર સોમનાથ જિલ્લામાં આવેલા અજોઠા ગામમાં અચાનક યુવાનો દ્વારા ગામમાં ઠેરઠેર કુતરાઓની કથિત કતલેઆમ કરવામાં આવી હોવાની વિગતો બહાર આવી છે. જે મામલાને લઈને હવે એનિમલ વેલ્ફેર બોર્ડના સભ્ય રાજેન્દ્ર શાહ દ્વારા પોલીસ ફરિયાદ નોંધવાની માગ કરવામાં આવી હતી. ગામને શ્વાન મુક્ત કરવા માટે યુવાનો દ્વારા ગામના શ્વાન ઉપરાંત નાના ગલુડિયાઓને પણ મોતને ઘાટ ઉતારી દેવાયા હોવાની વિગતો સામે આવી છે. રાજેન્દ્ર શાહે કલેક્ટર અને એસપીને પત્ર લખીને તપાસની માગ કરી છે. તેમણે કડક સજા થાય અને તે ઘટનાની યોગ્ય તપાસ કરવાની માગ કરી છે.

દારૂના નશામાં મેડિકલ ઓફિસર ભાન ભૂલ્યા, 181 અભયમના મહિલા કર્મચારીને ગાળો ભાંડી

ગુનો નોંધી કડક તપાસ કરવા માગ
મળી રહેલી વિગતો પ્રમાણે હાલમાં જ અજોઠા ગામમાં સમૂહ લગ્ન યોજાયો હતો. જે દરમિયાન ગામમાં સફાઈ અભિયાન ચલાવાયું હતું જેમાં ગામને શ્વાન મુક્ત કરવા માટે ઘણા શ્વાનને મારી નાખવામાં આવ્યા હોય તેવી તસવીરો અને વીડિયોઝ વાયરલ થયા છે. તે તસવીરોમાં જોઈ શકાય છે કે યુવાનો મૃત શ્વાનની લાશને કોથળામાં ભેગી કરી રહ્યા હોય. ઉપરાંત વીડિયોમાં જોઈ શકાય છે કે શ્વાનને એક જગ્યાએ આંતરી લઈને તેને ફટકા મારીને મારવામાં આવતું હોય. આ મામલે એનિમલ વેલ્ફેર બોર્ડના સભ્ય રાજેન્દ્ર શાહ દ્વારા ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરને અને જિલ્લા પોલીસ વડાને તટસ્થ તપાસ ઉપરાંત ગુનો નોંધી કડક સજા કરવાની માગ કરી હતી. આ ઉપરાંત આ વાત વહેતી થતા જીવદયા પ્રેમીઓમાં પણ રોષની લાગણી ફેલાઈ હતી.

ADVERTISEMENT

રાષ્ટ્રપતિ ભવનના મુઘલ ગાર્ડનનું નામ બદલાયું, જાણો હવે કયા નામથી ઓળખાશે

લોકોએ કહ્યુંઃ એક કુતરી બધાને કરડતી હતી
ગીર સોમનાથના આજોઠા ગામે એક સાથે 25 જેટલા અબોલ સ્વાનની નિર્મમ હત્યા કરાયાના સોશિયલ મીડિયામાં થયેલા વિડિયો ફોટા વાયરલ બાદ મામલો ગરમાયો. આજેઠા ગામની મુલાકાત લઇ અને તપાસ કરતા. સ્થાનિકોના મતે ગામ અને સમાજને બદનામ કરવા આવા સમાચારો વહેતા કરવામાં આવ્યા છે. અહીં 25 નહીં પણ એક પણ કૂતરાનું મોત થયું નથી. તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડના ગામ આજોઠા ગામે ત્રણેક દિવસ પૂર્વે આહીર સમાજના સમુહ લગ્ન હતા. ત્યારે આ સમારોહમાં જવાના માર્ગ પર એક કૂતરીએ ત્રણથી ચાર જેટલા બચ્ચાને જન્મ આપ્યો હતો. ત્યારે કોઈપણ વ્યક્તિ નજીકથી પસાર થાય ત્યારે આ કુતરી તેમને કરડવા દોડતી હતી. આ કુતરીએ ગામના આઠ જેટલા લોકોને કરડી બચકા ભરેલા હોવાનું જાણવા મળ્યું છે જેથી આ લગ્ન સમારોહના કારણે તે કુતરી અને બચ્ચાઓને અન્યત્ર શિફ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું ગ્રામ જનો કહે છે ત્યારે કૂતરીને ડરાવી અટકાવી બચ્ચાઓને કોથળા માં ભરી ગામના છેવાડે મૂકાયાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

વડોદરામાં સુવર્ણજડિત સર્વેશ્વર મહાદેવની મૂર્તિના અનાવરણ પહેલા દર્શન, PM કરી શકે અનાવરણ

ADVERTISEMENT

ધારાસભ્ય ભગવાન બારડે શું કહ્યું?
ગ્રામજનોનું કહેવું છે કે, આ સમૂહ લગ્નમાં અંદાજિત 6,000 થી વધુ લોકો એકત્રિત થવાના હોય ત્યારે આ બચ્ચા સહિતની કુતરી લોકો માટે જોખમી બની હતી તો બાજુમાં આંગણવાડી પણ કાર્યરત હોય જેને લઇ અને ગામના યુવાનો કૂતરીના બચ્ચાને કોથળામાં ભરી અને કુતરીને નજીક આવતી અટકાવવા લાકડીથી તેને દૂર રાખી અને માત્ર આ કરડતી અને બચકા ભરતી કુતરી અને તેના બચ્ચા સિવાય કોઈપણ કૂતરાને હટાવવામાં આવ્યા નથી ત્યારે સોશિયલ મીડિયામાં 25 જેટલા કુતરાઓના મોતના મામલે ધારાસભ્ય ભગવાન બારડે જણાવ્યું છે કે 25 તો નહીં પણ એક પણ કૂતરું કે બચ્ચું અહીં મૃત્યુ પામ્યું નથી અને અમારો સમાજએ જીવદયામાં માને છે. જેથી આ વસ્તુ સદંતર જુઠી છે.

ADVERTISEMENT

અમદાવાદમાં પડ્યા કરાઃ અમરેલી અને મહિસાગરમાં પણ પડ્યા કરા- Video

ધારાસભ્યએ આપી આવી ખાતરી
ત્યારે મીડિયાના અહેવાલો બાદ આજોઠા ગામે પોલીસ વિભાગ અને પશુ ચિકિત્સા વિભાગ પણ દોડી આવ્યો હતો. ધારાસભ્ય ભગવાન બારડે ગામ આખાની અને સ્થળોની મુલાકાત લઇ અને આવો બનાવ બન્યો ન હોવાનું તેમજ એક પણ કુતરા કે બચ્ચાની હત્યા ગામ કે આસપાસમાં થઈ નથી તેવી ખાતરી પણ આપી હતી. આમ સામૂહિક સ્વાન હત્યાના મામલે આ ઘટનાએ જિલ્લાભરમાં ભારે ચર્ચા જગાવી છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT