અમરેલીમાં સમુહલગ્નમાં બે આખલા બાખડ્યાઃ જુઓ Video જાનૈયાઓ-મહેમાનોએ ભગાડવા શું કર્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમરેલીઃ અમરેલીમાં રખડતા પશુઓના કારણે ઘણી પરેશાનીઓનો ભોગ બનવાનું થતું રહ્યું છે, વિવિધ સમયે ઘણા લોકોના ભોગ પણ લેવાયા છે. ઘણા લોકો ઈજાગ્રસ્ત પણ થયાના અહેવાલો સામે આવ્યા છે ત્યારે અમરેલીના ચાલાલા ખાતેના એક સમુહ લગ્નમાં બે આખલા આવી ચઢ્યા હતા. બંને વચ્ચેનું યુદ્ધ જોવા એક સમયે જાનૈયાઓ અને મહેમાનો પણ આવી ચઢ્યા હતા. એક સમયે સતત પરેશાનીઓ વચ્ચે આખરે લોકોએ પાણી નાખીને તેમને છૂટા પાડ્યા હતા અને ત્યાંથી ભગાડવામાં સફળતા મેળવી હતી. સમારોહ થોડા સમય માટે અટકી ગયો હતો. અહીં સુધી કે પંડીત પણ એક તરફ થઈ ગયા હતા.

દ્વારકાના જગતમંદિર આસપાસ કરાશે કાયા પલટઃ મુખ્યમંત્રીનું મહત્વનું નિવેદન

આખલાઓનું યુદ્ધ અડધો કલાક ચાલ્યું
અમરેલીના ચાલાલા ખાતેના સમુહ લગ્નમાં 2 આખલા આવી પહોંચ્યા હતા. સમુહ લગ્નના મંડપ નીચે જ બંને આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું હતું. સર્વ જ્ઞાતિ સમુહ લગ્નોત્સવમાં આખલાનું યુદ્ધ જામતા અફરાતફરી મચી ગઈ હતી. લગભગ અડધા કલાક સુધી આ આખલાઓ અહીં યુદ્ધ ચાલુ રાખતા આયોજકોનો પણ જીવ અધ્ધર થઈ ગયો હતો. જાહેર રોડ પર જામતુ આ યુદ્ધ સમુહ લગ્નમાં ખેલાતુ હોય તેવા કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે જે અહીં હાજર વ્યક્તિઓએ પોતાના કેમેરામાં કંડારી લીધા હતા. જુઓ આવા કેટલાક વીડિયોઝ…

(ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT