સુરતમાં મોડી રાત્રે ગંભીર અકસ્માત, બેકાબૂ ટેમ્પોએ દંપતી સહિત 4 ના લીધા ભોગ

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત: રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન આજે રાજ્યમાં અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. સુરતમાં કામરેજ નજીક અંત્રોલી ખાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બેકાબૂ ટેમ્પોના ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી ડિવાઈડર કુદીને બાઈકચાલકોને અડફેટે લીધા હતા. જેમાં બાઇક સવાર દંપતી સહિત 4 લોકોના મોત થયા છે.

રાજ્યમાં અકસ્માતની વધુએક ઘટના સામે આવી છે. માર્ગ અકસ્માતની ઘટનામાં 4 લોકોએ જીવ ગુમાવ્યા છે. સુરતના કામરેજ નજીત અંત્રોલી ગામ પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. અંત્રોલી ગામ પાસે પુરપાટ આવતો ટેમ્પો ડિવાઇડર પર થઈ અને સામેથી આવતા બાઇક ચાલકોને અડફેટે લીઘા હતા.રાજ્યના આ ગંભીર અકસ્માતમાં બે અલગ-અલગ બાઇક સવારોમાં કુલ ચાર વ્યક્તિના મોત થયા છે. જેમાં એક દંપતીનું પણ મોત થયું છે.
આ પણ વાંચો: વિશ્વ ઉમિયાધામના નિર્માણમાં 50 અમેરિકન-કેનેડિયન બન્યા ‘પાયાનો પિલ્લર’, રૂ. 5.50 કરોડનું દાન કર્યું

સુરતના કામરેજના વેલન્જા-નવી પારડી રોડ પર ગઇ કાલ રાત્રે ગમખ્વાર અકસ્માત થયો હતો. અંત્રોલી પાસે પિકઅપનું ટાયર ફાટતા અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે ટાયર ફાટતાંની સાથે પિક અપ વાન ડિવાઇડર કુદાવીને બે બાઇક ચાલકોને પણ અડફેટે લીધા હતા. આ ઘટનામાં બાઇક સવાર દંપતી સહિત 4 લોકોના મોત થયા છે. તો અન્ય એક ઇજાગ્રસ્ત છે. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાના પગલે કામરેજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી વધુ તપાસ હાથ ધરી છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT