કચ્છમાં BJP આગેવાન દારૂ પીતા ઝડપાયા, ઘરમાં ઝઘડો થતા પત્નીએ જ પોલીસને ફોન કરી દીધો
ભુજ: રાજ્યમાં કડક દારુબંધીની વાતો વચ્ચે કચ્છમાં ભાજપના જ આગેવાન દારૂ પીતા રંગેહાથ ઝડપાઈ ગયા. દારૂના નશામાં ભાજપના તાલુકા પંચાયતનો સદસ્ય પત્નીને પરેશાન કરી રહ્યો…
ADVERTISEMENT
ભુજ: રાજ્યમાં કડક દારુબંધીની વાતો વચ્ચે કચ્છમાં ભાજપના જ આગેવાન દારૂ પીતા રંગેહાથ ઝડપાઈ ગયા. દારૂના નશામાં ભાજપના તાલુકા પંચાયતનો સદસ્ય પત્નીને પરેશાન કરી રહ્યો હતો. જે બાદ પત્નીએ પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને પતિની ફરિયાદ કરી દીધી હતી. સ્થળ પર પહોંચેલી પોલીસે દારૂની બોટલ સાથે તાલુકા પંચાયતના સદસ્યને જોતા જ તેની અટકાયત કરીને ગુનો દાખલ કર્યો છે.
દારૂ પીધા બાદ પત્ની સાથે થઈ હતી તકરાર
ઘટનાની વિગતો મુજબ, કચ્છના ભુજમાં ભાજપના તાલુકા સભ્ય હેમેન્દ્ર જણસારી ગઈકાલે ગુરુવારે દારૂ પીતા ઝડપાયા છે. દારૂ પીધા બાદ હેમેન્દ્રભાઈનો પત્ની સાથે ઝઘડો થયો હતો. જે બાદ પત્નીએ પતિની પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને ફરિયાદ કરી દીધી હતી. જે બાદ તેમના ઘરે પહોંચેલી પોલીસને દારૂની બોટલ સાથે લથડિયા ખાતા ભાજપના તાલુદા સદસ્ય મળી આવ્યા હતા. એકબાજુ ઠેર ઠેરથી રાજ્યમાં બુટલેગરો દારૂના જથ્થા સાથે પકડાઈ રહ્યા છે, ત્યારે બીજી બાજુ ખૂબ ભાજપના જ આગેવાન દારૂ પીતા પકડાતા ચકચાર મચી જવા પામી છે.
ADVERTISEMENT
પોલીસે પ્રોહીબિશનનો ગુનો નોંધ્યો
હાલમાં ભુજ બી ડિવિઝન પોલીસે આ તાલુકા પંચાયત સદસ્ય સામે પ્રોહીબિશનની ફરિયાદ નોંધાવી છે. હેમેન્દ્ર જણસારીનું ભુજમાં રામકૃષ્ણ કોલોનીમાં કાર્યાલય ધરાવે છે, રાજકીય સાથે તેઓ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા અને અનેક સરકારી યોજનાઓ લાભાન્વીતો સુધી પહોંચાડવાની નોડલ એજન્સીમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
ADVERTISEMENT