‘વિદેશ જતા વિદ્યાર્થીઓને 6-6 મહિના સુધી સરકારી યોજનામાં લોન નથી મળતી’, BJP MLAએ ખોલી પોલ
સુરત: સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ખુદ સરકારને પત્ર લખીને વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓને આવતી મુશ્કેલીનો મુદ્દો ઉઠાવ્યો છે. કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું…
ADVERTISEMENT
સુરત: સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ખુદ સરકારને પત્ર લખીને વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓને આવતી મુશ્કેલીનો મુદ્દો ઉઠાવ્યો છે. કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું છે કે, વિદેશ જતા વિદ્યાર્થીઓને સમયસર લોન મળતી નથી. એવામાં તેમને વિદેશ જવાનું અટવાય છે, આથી વિદેશ અભ્યાસની લોન સરળ કરવા માટે રજૂઆત કરી છે.
કુમાર કાનાણીએ પત્રમાં શું લખ્યું?
મુખ્યમંત્રીને સંબોધીને લખેલા પત્રમાં કુમાર કાનાણીએ લખ્યું છે, ગુજરાત સરકારની યોજના અંતર્ગત ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા વિદેશ અભ્યાસ માટે લોન આપવામાં આવે છે. આ યોજનામાં વિદ્યાર્થીઓ લોન માટે અરજી કરે છે, પરંતુ તેમને વિઝા બાદ એડમિશન મળી જાય છે અને વિદેશ જવાનું થાય ત્યારે પણ લોન મળતી નથી. વિદેશ ગયા પછી પણ છ-છ મહિના સુધી લોન મળતી નથી જેના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને તેમનું ભાવિ જોખમમાં મૂકાય છે. આવી અરજી થયેલા વિદ્યાર્થીઓની લોન તાત્કાલિક મંજૂર થાય તેવી મારી વિનંતી છે.
ADVERTISEMENT
(વિથ ઈનપુટ: સંજયસિંહ રાઠોડ)
ADVERTISEMENT
ADVERTISEMENT