‘અભી તો પાર્ટી શુરૂ હુઈ હૈ…’ રાહુલ-આથિયાના સંગીત સેરેમનીમાં થઈ ખૂબ ધમાલ, સામે આવ્યો VIDEO
મુંબઈ: ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર કે.એલ રાહુલના એક્ટ્રેસ આથિયા શેટ્ટી સાથે 23 જાન્યુઆરી (આજે) લગ્ન થવા જઈ રહ્યા છે. બંનેના લગ્ન સુનિલ શેટ્ટીના ખંડાલા સ્થિત…
ADVERTISEMENT
મુંબઈ: ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર કે.એલ રાહુલના એક્ટ્રેસ આથિયા શેટ્ટી સાથે 23 જાન્યુઆરી (આજે) લગ્ન થવા જઈ રહ્યા છે. બંનેના લગ્ન સુનિલ શેટ્ટીના ખંડાલા સ્થિત બંગલામાં થઈ રહ્યા છે. આ લગ્ન પરંપરાગત રીતે થશે અને તેમાં લગભગ 100 જેટલા મહેમાનો સામેલ થશે.તેમના બંગલો બહારના ઘણા વીડિયો સામે આવી રહ્યા છે, જેમાં રંગબેરંગી લાઈટોથી બંગલાને સજાવવામાં આવ્યો છે.
સુનિલ શેટ્ટીએ દીકરીની સંગીત સેરેમનીમાં કર્યું પરફોર્મ
મીડિયા રિપોર્ટ્સમાં કહેવાયું છે કે સુનિલ શેટ્ટી પોતાની પત્ની માના શેટ્ટી અને દીકરા અહાન શેટ્ટી સાથે સંગીત સેરેમનીમાં પરફોર્મ કર્યું હતું. આથિયાની નિકટની મિત્ર આકાંક્ષા રંજન કપૂર અને અન્ય પણ આ જશ્નમાં સામેલ થયા હતા. જોકે કે.એલ રાહુલ અને આથિયાના ડાંસ વીડિયો હજુ સુધી સામે આવ્યા નથી.
View this post on Instagram
ADVERTISEMENT
લગ્નમાં નો ફોન પોલિસી
લગ્ન પહેલા મા સેલેબ્રિટી તેમના ફાર્મહાઉસ પર પહોંચવાના શરૂ થઈ ગયા છે. અન્ય સેલેબ્રિટી વેડિંગની જેમ આથિયા અને કે.એલ રાહુલના લગ્નમાં પણ નો ફોન પોલિસી લાગુ કરવામાં આવી છે. મહેમાનોને ફોન લઈને જવા પર મનાઈ ફરમાવાઈ છે. જેથી તેમની તસવીરો લીક ન થઈ જાય.
View this post on Instagram
ADVERTISEMENT
ADVERTISEMENT