અમિત શાહ જેલમાં હતા ને જે VIP ટ્રિટમેટ મળતી, એવી સત્યેન્દ્રને નથી મળતી- કેજરીવાલના પ્રહારો
અમદાવાદઃ તિહાર જેલામાં કેબિનેટ મંત્રી સત્યેન્દ્ર જૈનનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેઓ મસાજ કરાવતા જોવા મળ્યા હતા. જેને લઈને ભાજપે AAP પર આકરા…
ADVERTISEMENT
અમદાવાદઃ તિહાર જેલામાં કેબિનેટ મંત્રી સત્યેન્દ્ર જૈનનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેઓ મસાજ કરાવતા જોવા મળ્યા હતા. જેને લઈને ભાજપે AAP પર આકરા પ્રહારો કર્યા હતા. તેવામાં હવે આ મુદ્દે અરવિંદ કેજરીવાલનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે સત્યેન્દ્ર જૈનને મળી રહેલી VIP ટ્રિટમેન્ટ પર મોટો ઘટસ્ફોટ કર્યો છે. જાણો આ અંગે વિગતવાર…
ડોકટરની સૂચના પ્રમાણે ફિઝિયો થેરાપી હતી- કેજરીવાલ
વાઈરલ વીડિયોમાં સત્યેન્દ્ર જૈન મસાજ કરાવતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. તેવામાં આ અંગે અરવિંદ કેજરીવાલે કહ્યું કે સત્યેન્દ્ર જૈન મસાજ નહોતા કરાવતા ડોકટરના આદેશ પ્રમાણે ફિઝિયો થેરાપી કરાવતા હતા. અમિત શાહ જ્યારે ગુજરાતમાં મંત્રી હતા તેઓ જ્યારે જેલમાં હતા. તેમને જેવી VIP ટ્રિટમેન્ટ ગુજરાતમાં મળી હતી, તેવી તો કોઈ વી.આઈ.પી. ટ્રિટમેન્ટ સત્યેન્દ્ર જૈનને મળી નથી.
ભાજપે આડે હાથ લીધા હતા…
આ વીડિયો સામે આવ્યા બાદ બીજેપી કેજરીવાલ સરકાર પર આક્રમક બની છે. ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કહ્યું કે AAP સરકારે જેલના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે અને સજાને બદલે સત્યેન્દ્ર જૈનને સંપૂર્ણ VVIP મજા આપવામાં આવી રહી છે. આ સાથે બીજેપી સાંસદે વીડિયો ટ્વીટ કરીને કહ્યું કે અરવિંદ કેજરીવાલના હવાલા બિઝનેસમેન જેલ મંત્રી જેલમાં મસાજની મજા માણી રહ્યા છે. શું હવે પુરાવા પૂરતા હશે?
ADVERTISEMENT
ભાજપે ઉઠાવ્યા સવાલો
બીજી તરફ કન્નૌજના બીજેપી સાંસદ સુબ્રત પાઠકે કહ્યું કે જેલ મંત્રીની જેલની અંદર જે ટ્રીટમેન્ટ થઈ રહી છે તે સ્પષ્ટ કહી દે છે કે શું ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે કોર્ટની ટિપ્પણી પછી પણ સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેલ મંત્રીના જેલવાસના કારણે આમ આદમી પાર્ટીનો ચહેરો સામે આવ્યો છે. તેમણે કહ્યું કે તિહાર જેલ દિલ્હી સરકાર હેઠળ છે, તેથી સરકારને સંપૂર્ણ સુરક્ષા છે.
With Input: દિગ્વિજય પાઠક
ADVERTISEMENT
ADVERTISEMENT