5 વર્ષમાં કેજરીવાલની બમણી સરકારી નોકરીની કોપી પેસ્ટ નીતિ પર ભાજપનો વળતો પ્રહાર
અમદાવાદઃ ગુજરાતમાં હવે ગણતરીના મહિનાઓ પછી વિધાનસભા ચૂંટણનું આયોજન થશે. જેના સંદર્ભે તમામ પાર્ટીના નેતાઓના આંટાફેરા ગુજરાત રાજ્યમાં વધતા જઈ રહ્યા છે. આ દરમિયાન આમ…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાતમાં હવે ગણતરીના મહિનાઓ પછી વિધાનસભા ચૂંટણનું આયોજન થશે. જેના સંદર્ભે તમામ પાર્ટીના નેતાઓના આંટાફેરા ગુજરાત રાજ્યમાં વધતા જઈ રહ્યા છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ફ્રી રેવડી પછી સરકારી નોકરી બમણી કરવાના મુદ્દે ચર્ચામાં આવી ગયા છે. તેમણે વડોદરાની સભા દરમિયાન ગુજરાતના યુવાનોને 10 લાખ સરકારી નોકરીઓ આપવાનું વચન કર્યું છે. જેના પરિણામે ભાજપના નેતાઓએ તેમનો ઘેરા કર્યો છે અને આપ પર વળતા પ્રહારો શરૂ કરી દીધા છે.
રેવડીલાલે આજે ગુજરાતમાં 10 લાખ સરકારી નોકરીઓનું વચન આપ્યું જ્યારે ગુજરાત સરકારમાં સરકારી કુલ સંખ્યા 5.6 લાખ છે
પાછો રેવડીવાલ 5 વર્ષમાં આ સંખ્યા બમણી કરવાનું વચન આપે છે
આ દર્શાવે છે કે તે જ્યાં જાય છે ત્યાં 10 લાખ નોકરીઓનું વચન આપતું કોપી પેસ્ટ મોડલનો ઉપયોગ કરી રહ્યો છે*— Dr.Yagnesh Dave (@YagneshDaveBJP) August 7, 2022
5 વર્ષમાં સરકારી નોકરીની સંખ્યા બમણી!
ગુજરાત રાજ્યમાં છેલ્લા લગભગ 75 વર્ષની દરમિયાન કુલ 5.6 લાખ સરકારી નોકરીની સંખ્યા સામે આવી છે. તેવામાં અરવિંદ કેજરીવાલે જે પ્રમાણે 10 લાખ સરકારી નોકરીનું વચન આપ્યું છે એને જોતા ચર્ચાનો મુદ્દો બની ગયો છે. તેવામાં BJP ગુજરાતના સ્ટેટ હેડ યજ્ઞેશ દવેએ ટ્વીટ કરીને રેવડીલાલ સામે નિશાન સાધ્યું છે.
ADVERTISEMENT
યજ્ઞેશ દવેએ કહ્યું રેવડીલાલ કોપી પેસ્ટ મોડલ અપનાવે છે
વડોદરામાં અરવિંદ કેજરીવાલના નિવેદનને ટાંકીને યજ્ઞેશ દવેએ જણાવ્યું કે રેવડીલાલ હવે નવી કોપી પેસ્ટ રણનીતિ સાથે આવી ગયા છે. તેમણે 5 વર્ષમાં જ સરકારી નોકરીની સંખ્યા બમણી કરવાનું વચન આપતા ચકચાર મચી જવા પામી છે. આ દર્શાવે છે કે તે જ્યાં જાય છે ત્યાં 10 લાખ સરકારી નોકરીનું વચન આપતા ફરે છે. આ પ્રમાણેની કોપી પેસ્ટ રણનીતિ કે મોડલથી લોકો જાણકાર જ છે.
ADVERTISEMENT