‘સુધરી જાઓ, નહીંતર ઘરમાં ઘુસીને મારીશ, હું પાગલ છું’, કંગનાએ રણબીર-આલિયાને આપી ધમકી?
મુંબઈ: કંગના રનૌત એક્ટિંગની સાથે સાથે વિવાદો માટે પણ જાણીતી છે. કંગનાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી કરીને બોલિવૂડના એક્ટર પર તેની જાસૂસી કરાવવાનો…
ADVERTISEMENT
મુંબઈ: કંગના રનૌત એક્ટિંગની સાથે સાથે વિવાદો માટે પણ જાણીતી છે. કંગનાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી કરીને બોલિવૂડના એક્ટર પર તેની જાસૂસી કરાવવાનો આક્ષેપ કર્યો હતો. આ બાદ તેણે વધુ એક સ્ટોરી પોસ્ટ કરી છે અને ‘મૂવી માફિયા’ કે ‘ચંગુ-મંગુ ગૈંગને’ને ખુલ્લેઆમ ધમકી આપી છે અને કહ્યું કે, તે ઘરમાં ઘુસીને મારશે. એસ્ટ્રેસે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ સ્ટેટમેન્ટ મૂક્યું છે. નામ લીધા વિના એક્ટ્રેસ મૂકેલા આ સ્ટેટમેન્ટથી ફેન્સ પણ વિચારમાં છે કે કંગના કોને ધમકી આપી રહી છે.
કંગનાએ પોસ્ટમાં શું લખ્યું છે?
કંગના રનૌતે પોતાની ઈન્સ્ટા પોસ્ટમાં લખ્યું છે કે, જે લોકો પણ તેને પરેશાન કરતા હતા તેમને તે જણાવી દે કે પાછલી રાત્રે તેની આસપાસ કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ થઈ નથી. કોઈ હવે તેનો પીછો નથી કરી રહ્યું, કેમેરા વગર અને કેમેરા સાથે પણ નહીં. જુઓ જે ભૂત લાતોથી માને છે તે માત્ર લાતોથી જ માને છે.
ADVERTISEMENT
ચંગુ-મંગુ ગેંગને આપી ધમકી
કંગનાએ આગળ લખ્યું, મેસેજ તો ચંગુ-મંગુ ગેંગ માટે છે. છોકરાઓ તમારો કોઈ સામાન્ય વ્યક્તિ સાથે સામનો નથી થયો. સુધરી જજો નહીંતર… ઘરમાં ઘુસીને મારીશ અને જેમને લાગે છે કે હું પાગલ છું. તેમને એ તો ખબર છે કે હું પાગલ છું, પરંતુ હું કેટલી મોટી પાગલ છું તે નથી ખબર.
ADVERTISEMENT
નામ લીધા વગર રણબીર-આલિયાને નિશાન
નોંધનીય છે કે કંગના રનૌતે હાલમાં જ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે કોઈ તેનો પીછો કરી રહ્યું છે. ઘરથી લઈને ઘરની છત સુધી દરેક જગ્યાએ કોઈ તેનો પીછો કરી રહ્યું છે. જેમાં કંગનાએ હાલમાં જ માતા બનેલી બોલિવૂડની એક એક્ટર તથા તેના પતિનું નામ લીધા વગર ઉલ્લેખ કર્યો હતો. હાલમાં જ બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ હાલમાં જ માતા બની છે. ત્યારે સ્પષ્ટ રીતે કંગના આલિયા અને રણબીર કપૂર પર આરોપ કરતી હોય તેમ જણાઈ આવે છે. ત્યારે હવે તેણે ખુલીને ઘરે જઈને મારવાની ધમકી આપી દીધી છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT