જુનાગઢઃ વંથલીમાં દીપડાનો વધુ એક હુમલો, બાળકી બાદ મહિલા બની શિકાર, હાઈવે પર ચક્કાજામ કર્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

જુનાગઢઃ વંથલીના સોનારડી ગામમાં એક મહિલા પર દીપડા દ્વારા હુમલો થયો છે. બે દિવસ પહેલા પણ આવી જ એક ઘટના બની હતી જેમાં એક બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો. બાળકીનો દીપડા દ્વારા શિકાર થયા પછી વન વિભાગ પર લોકો ખુબ જ રોષે ભરાયા હતા. જેના કારણે લોકોએ જુનાગઢ સાસણ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો.

આ પણ વાંચો…
માસ્ક પહેરવું, કે ફોટો પડાવવો?- સાંસદ પૂનમ માડમ ગજબ દ્વીધામાંઃ જામનગરમાં મોકડ્રીલ કે કાર્યક્રમ?
માનવતા હજુ જીવે છે, સુરતમાં રસ્તામાં મળેલું 1.50 લાખનું હીરા જડિત મંગળસૂત્ર યુવકે માલિકને પરત કર્યું
તુનિશા શર્માના આજે અંતિમ સંસ્કાર થશે, સુસાઈડ કેસમાં રોજ નવા વળાંકો આવ્યા..

કોંગ્રેસના ધારાસભ્ય પહોંચ્યા સ્થળ પર
જુનાગઢના વંથલીમાં આવેલા સોનારડી ગામમાં દીપડા દ્વારા વધુ એક માણસ પર હુમલો કરવાની ઘટના બની છે. વંથલીના સોનારડી ગામે એક મહિલા પર દીપડાએ હુમલો કર્યો હતો. જેના કારણે લોકોમાં ગુસ્સો ભારે જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા દીપડાએ એક બાળકીનો શિકાર કર્યો હતો. જેના કારણે લોકોમાં નારાજગી હતી. કારણ કે તે પછી પણ વન વિભાગની બેદરકારીને કારણે દીપડો વારંવાર હુમલા કરતો હોવાનું લોકોનું માનવું છે. જુનાગઢના સાસસણ હાઈવેને લોકોના ટોળાઓએ ચક્કાજામ કરી મુક્યો હતો. આ મામલાની જાણ થતા કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણી પણ સ્થળ પર દોડી ગયા હતા. આ મામલો વધુ ઉગ્ર સ્વરૂપ લે તેવી ચિંતા પણ તંત્રમાં જોવા મળી રહી છે.

ADVERTISEMENT

(વીથ ઈનપુટઃ ભાર્ગવી જોશી, જુનાગઢ)

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT