જોશીમઠ માથે મોટી ઘાત! 12 દિવસમાં 5.4 સેમી જમીનમાં ધસ્યું, ISROની સેટેલાઈટ તસવીરમાં થયો ઘટસ્ફોટ
ઉત્તરાખંડ: ISROના નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટરે જોશીમઠ શહેરની સેટેલાઈટ તસવીરો જારી કરી છે. આ તસવીરોથી માલુમ પડ્યું છે કે જોશીમઠ કેવી રીતે ધીમે ધીમે જમીનમાં ઘસી…
ADVERTISEMENT
ઉત્તરાખંડ: ISROના નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટરે જોશીમઠ શહેરની સેટેલાઈટ તસવીરો જારી કરી છે. આ તસવીરોથી માલુમ પડ્યું છે કે જોશીમઠ કેવી રીતે ધીમે ધીમે જમીનમાં ઘસી રહ્યું છે. સેટેલાઈટ તસવીરોથી જાણવા મળ્યું કે જોશીમઠ માત્ર 12 દિવસોમાં જ 5.4 સેન્ટીમીટર જમીનમાં ધસી ગયું છે.
12 દિવસમાં જમીનમાં ધસ્યું જોશીમઠ
ISROએ તસવીરો જારી કરીને જણાવ્યું કે, 27 ડિસેમ્બર 2022 અને 8 ડિસેમ્બર 2023 વચ્ચે 5.4 સેન્ટીમીટર જોશીમઠ નીચે ગયું હોવાનું રિકોર્ડ કરાયું છે. એપ્રિલ 2022 અને નવેમ્બર 2022 વચ્ચે જોશીમઠમાં 9 સેન્ટીમીટર જમીનમાં નીચે ધસ્યું હતું. NSRCએ કહ્યું કે, પાછલા અઠવાડિયે ડિસેમ્બર અને જાન્યુઆરી વચ્ચે પહેલા સપ્તાહ વચ્ચે ઝડપથી જમીન નીચે ધસવાની શરૂઆત થઈ.
ADVERTISEMENT
અગાઉ પણ જમીનમાં ધસ્યું હતું
સેટેલાઈટ તસવીરોથી જાણવા મળ્યું કે, આર્મી હેલીપેડ અને નરસિંહ મંદિર સહિત સેન્ટ્રલ જોશીમઠમાં સબસિડેન્સ ઝોન સ્થિત છે. સૌથી વધારે ધસારો જોશીમઠ-ઔલી રોડ પાસે 2180 મીટરની ઊંચાઈ પર સ્થિત છે. આ પહલા 2022માં એપ્રિલ અને નવેમ્બર વચ્ચે જોશીમઠમાં 8.9 સેમીનો ધીમો ધસારો નોંધાયો હતો.
700થી વધુ મકાનોમાં તિરાડો પડી
નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી જોશીમઠમાં જમીન ધસી જવા અને તિરાડો પડવાની ઘટના બની રહી છે. જેમાં 700થી વધુ મકાનોમાં તિરાડો પડી ગઈ છે. રસ્તાઓ, હોસ્પિટલો, હોટલોમાં પણ તિરાડો જોવા મળી રહી છે. એવામાં ભયના માર્યા લોકોને દૂર ખસેડવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT