અમદાવાદના વાડજમાં ચાલતા બુલડોઝરને લઈ જીગ્નેશ મેવાણી લાલઘૂમ, સરકાર પર લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ફાયરબ્રાન્ડ ગણાતા જીગ્નેશ મેવાણીએ સરકાર પર અનેક વખત પ્રહારો કર્યા છે. આ દરમિયાન હવે ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ જીગ્નેશ મેવાણીએ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. આજે અમદાવાદના વાડજમાં તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ કામગીરીને લઈ જીગ્નેશ મેવાણી લોકોની મદદે દોડી આવ્યા હતા.  જીગ્નેશ મેવાણીએ ડિમોલિશનની  કામગીરી મોકૂફ રાખવા વિનંતી કરી છે. આ સાથે જ સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે,  ચૂંટણીમાં બિલ્ડરો પાસેથી ભરપૂર પૈસા લીધા બાદ હવે ગુજરાત સરકાર તેમનું ઋણ ચૂકવી રહી છે.

અમદાવાદના વાડજમાં તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ડિમોલિશન સ્થળે પહોંચી ગયા હતા. આ દરમિયાન તેમણે ડિમોલિશન કામગીરી મોકૂફ રાખવા વિનંટી કરી હતી આ સાથે ટ્વિટ કરી ભાજપ પર પ્રહાર કર્યા છે.

મેવાણીએ ટ્વિટ કરી ભાજપ પર કર્યા પ્રહાર 
જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, ચૂંટણીમાં બિલ્ડરો પાસેથી ભરપૂર પૈસા લીધા બાદ હવે ગુજરાત સરકાર તેમનું ઋણ ચૂકવી રહી છે.  અમદાવાદના વાડજમાં 250થી વધુ પરિવારોના મકાનો પરવાનગી વગર તોડી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તાત્કાલિક સ્થળ પર પહોંચીને વહીવટીતંત્રને કાર્યવાહી મોકૂફ રાખવા વિનંતી કરી.

ADVERTISEMENT

વધુ એક ટ્વિટ કર્યું
સરકાર અને બિલ્ડરો પર આરોપ લગાવતા  જીગ્નેશ મેવાણીએ વધુ એક ટ્વિટ કરતાં કહ્યું છે કે, લોકોનો આરોપ છે કે બિલ્ડરોના ગુંડાઓ દ્વારા તેમને ખાલી કરાવવા માટે તલવાર બતાવીને ધાકધમકી આપવામાં આવી રહી છે. બનાવટી દસ્તાવેજો બનાવીને પણ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, જેમાં બિલ્ડરો અને અનેક સરકારી અધિકારીઓ સામેલ છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT