ભાજપમાં આંતરીક વિખવાદ? ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ શિસ્ત સમિતીને 650 જેટલી ફરિયાદો મળી
ગાંધીનગર: વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાઇ વૉલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. આ દરમિયાન ગુજરાત વિધાનસભામાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. 182 માંથી 156 બેઠકો…
ADVERTISEMENT
ગાંધીનગર: વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાઇ વૉલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. આ દરમિયાન ગુજરાત વિધાનસભામાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. 182 માંથી 156 બેઠકો પર ભાજપે જીત મેળવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપે પક્ષ વિરુદ્ધ પ્રવૃતિ કરનાર કાર્યકરો અને હોદેદારો સામે લાલ આંખ કરી છે. ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ગુજરાત ભાજપની શિસ્ત સમિતીને 650 જેટલી ફરિયાદો મળી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપને સતત ફટકા પડ્યા છે. ભાજપના અનેક નેતાઓએ પક્ષ વિરુદ્ધ કાર્ય કર્યું છે. આ દરમિયાન ભાજપે ગુજરાતમાં ઐતિહાસિક જીત મેળવી છે. ત્યારે પક્ષ વિરુદ્ધ કાર્ય કરનાર પર ભાજપે કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધું છે. જેમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ગુજરાત ભાજપની શિસ્ત સમિતીને 650 જેટલી ફરિયાદો મળી. છે. જેમાંથી સૌથી વધુ ફરીયાદો સૌરાષ્ટ્ર ઝોનમાંથી આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છની 150 ફરિયાદો પર શિસ્ત સમિતિએ મંથન શરૂ કર્યું છે.
સાંસદો સામે ફરિયાદ મળી
પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ગુજરાત ભાજપની શિસ્ત સમિતીને 650 જેટલી ફરિયાદો મળી. છે. જેમાંથી સૌથી વધુ ફરીયાદો સૌરાષ્ટ્ર ઝોનમાંથી આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છની 150 ફરિયાદો પર શિસ્ત સમિતિએ મંથન શરૂ કર્યું છે. સૌરાષ્ટ્ર ઝોનમાંથી રાજકોટ,સુરેન્દ્રનગર,ખેડા,સાબરકાંઠા અને પાટણ જિલ્લામાથી સાંસદો સામે ફરિયાદ મળી છે. અમરેલી,બોટાદ,જામનગર અને પોબંદર જિલ્લામાં પણ પક્ષના મોટા નેતાઓ સામે પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ફરિયાદ કરવામાં આવી છે. ઉત્તર ઝોનમાંથી મળેલી 125થી વધુ ફરિયાદો સાંભળવામાં આવી.
ADVERTISEMENT
આ પણ વાંચો: વિધાનસભામાં વિપક્ષ નેતા મુદ્દે જગદીશ ઠાકોરનું નિવેદન કહ્યું, તમામ લડત લડવા તૈયાર
સૌથી ઓછી ફરિયાદ મળી મધ્યઝોન માથી મળી
વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ભલે ઐતિહાસિક જીત મેળવી પરંતુ ભાજપમાં આંતરિક વિખવાદ જોવા મળ્યો છે. ભાજપના જ નેતાઓ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. આ મામલે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ચાર દિવસ શિસ્ત સમિતિએ ઝોન પ્રમાણે ફરિયાદો સાંભળી છે. જેમાંથી સૌથી ઓછી ફરિયાદ મળી મધ્યઝોન માથી મળી છે.
ADVERTISEMENT
હજુ બે દિવસ શિસ્ત સમિતિની બેઠક મળશે
વિધાનસભાની ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિ મામલે હજુ 17 અને 18 જાન્યુઆરી બે દિવસ મળશે શિસ્ત સમિતિની બેઠક મળશે. આ બે દિવસ દરમિયાન જેમની સામે ફરિયાદ થઈ છે તેમનો પક્ષ સભાળવામાં આવશે. ત્યારબાદ શિસ્ત સમિતિ અહેવાલ તૈયાર કરીને પ્રદેશ ભાજપને મોકલવામાં આવશે.
ADVERTISEMENT
વિથ ઈનપુટ: દુર્ગેશ મહેતા, ગાંધીનગર
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT