ડ્રગ્સ સામે નેવી ઈન્ટેલિજેન્સ અને NCBનું જોઈન્ટ ઓપરેશન, જામનગરથી કરોડોનો ડ્રગ્સનો જથ્થો જપ્ત
જામનગરઃ ગુજરાતમાં અત્યારે ડ્રગ્સ સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. ઠેર ઠેર સર્ચ ઓપરેશન્સ અને જોઈન્ટ ઓપરેશન્સ હાથ ધરીને ડ્રગ્સના કાળા કાળોબારનો પર્દાફાશ કરવામાં…
ADVERTISEMENT
જામનગરઃ ગુજરાતમાં અત્યારે ડ્રગ્સ સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. ઠેર ઠેર સર્ચ ઓપરેશન્સ અને જોઈન્ટ ઓપરેશન્સ હાથ ધરીને ડ્રગ્સના કાળા કાળોબારનો પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે. તેવામાં સોમવારે રાત્રે નેવી ઈન્ટેલિજેન્સ અને NCBએ મોડી રાત્રે જામનગરથી 6 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરી લીધુ છે. આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જોકે વધુ તપાસ હાથ ધરતા આ ડ્રગ્સ કેસના તાર મુંબઈ સાથે જોડાયેલા જોવા મળ્યા છે.
વધુ 3 લોકોની ધરપકડ કરાઈ
ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ કેસના તાર મુંબઈ સાથે જોડાયેલા છે. જ્યારે મુંબઈમાં પણ એક નાર્કોટિક્સ મેન્યુફેક્ચરિંગ યુનિટને સીઝ કરી વધુ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જોકે હવે આ ડ્રગ્સનો જથ્થો કેવી રીતે જામનગર આવ્યો એ દિશામાં તપાસ ચાલી રહી છે. તથા આમા હજુ કેટલા લોકો સંડોવાયેલા છે એની તપાસ ચાલી રહી છે.
ગુજરાતમાં એક વર્ષમાં 6500 કરોડનું ડ્રગ્સ પકડાયું
ગુજરાતના દરિયાકાંઠેથી અત્યાર સુધીમાં હજારો કરોડનું ડ્રગ્સ પકડાઈ ચૂક્યું છે. જેને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ભાજપ સરકારને ઘેરવામાં આવી રહી છે. હાલમાં જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાંથી 6500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. આ સાથે જ તેમણે ડ્રગ્સ મુદ્દે રાજકારણ ન કરવા પાર્ટીઓને કહ્યું હતું અને ગુજરાત પોલીસની પીઠ થબથબાવી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT