આટલા ધનિક હોવું એ કેવું લાગે છે? તમારા માટે પૈસા શું છે?- અદાણીએ જવાબ આપ્યો, હું…

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હીઃ પ્રથમ વખત જાણીતી ન્યૂઝ ચેનલ ઈન્ડિયા ટૂડેના એક્સક્લૂઝિવ ઈન્ટરવ્યૂમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ કેટલીક મહત્વની બાબતો પર વાત કરી હતી. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી દ્વારા અહીં ઈન્ડિયા ટૂડેના ગ્રુપ એડિટોરિયલ ડાયરેક્ટર રાજ ચેંગપ્પા સાથેની વાતચિતમાં પોતાની કંપની પર થતા લોનને લઈને આક્ષેપો અંગે પણ વાત કરી હતી. વર્ષ 2022 અદાણી ગ્રુપ માટે ખૂબ જ સારું રહ્યું છે. આ વર્ષે જ ACC અને અંબુજાના હસ્તાતંરણ બાદ તે દેશનું સૌથી મોટું સિમેન્ટનું ઉત્પાદક બન્યું છે. એરક્રાફ્ટ મેઈન્ટેનન્સ, મેન્યુફેક્ચરિંગ, ટેલિકોમ, ડેટા સેન્ટર્સ અને લોજિસ્ટિક્સમાં પણ ઝડપથી અદાણી ગ્રુપ આગળ વધી રહ્યું છે. ત્યારે દુનિયાના ત્રીજા નંબરના સૌથી ધનિક અને ભારત તથા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીએ India Todayના રાજ ચેંગપાને આપેલા એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂમાં અદાણી ગ્રુપના સફળતા, થતા આક્ષેપો સહિતની કેટલીક ખાસ બાબતો પર વાત કરી હતી. દરમિયાનમાં તેમણે દુનિયાના ધનિકોમાં નામ હોવાને કારણે આટલા ધનીક હોવાનું કેવું લાગે છે અને તેઓ પૈસાને શું સમજે છે તે જાણવા સવાલ કરવામાં આવ્યો હતો ત્યારે તેમણે શું જવાબ આપ્યો હતો તે આવો જાણીએ.

પ્રશ્નઃ ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિની સાથે સાથે તમે દુનિયાના ત્રીજા નંબરના સૌથી ધનિક વ્યક્તિ છો. આટલા ધનિક હોવું એ કેવું લાગે છે? તમારા માટે પૈસા શું છે?

ગૌતમ અદાણીઃ જુઓ, રાજભાઈ, આ રેન્કીંગ અને નંબરો મારા માટે મહત્વપૂર્ણ નથી. આ બધી મીડિયાની પ્રસિદ્ધિ છે. હું પહેલી જનરેશનનો આંત્રપ્રિન્યોર છું, જેણે બધું શૂન્યથી ઊભું કર્યું છે. મને પડકારોનો સામનો કરવામાં મજા આવે છે. જેટલા મોટા પડકાર તેટલો વધારે હું ખુશ હોઉં છું. મારા માટે, લોકોના જીવનમાં ફેરફાર લાવવાની તક અને ક્ષમતા, અને વિકાસ અને દેશને બનાવવામાં યોગદાન એ ધનિકોની યાદીમાં હોવા કરતા વધારે સંતોષકારક અને મહત્વપૂર્ણ છે. હું ભગવાનનો આભારી છું જેમણે મને બિલ્ડીંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વરા દેશની સેવા કરવાની તક આપી છે.

ADVERTISEMENT

આ પણ જાણવા જેવું…
અદાણીને અપાઈ છે બેન્કો દ્વારા મોટી લોન, આ ચિંતાનો ગૌતમ અદાણીએ શું આપ્યો જવાબ?

‘પૈસા નથી તેથી 4 મહિનાનું પેન્શન આપી નહીં શકાય’- ગોધરા નગરપાલિકા હવે ઉઘરાણે નીકળશે
7 ચોપડી ભણેલા ગુજ્જુ યુવકનો અનોખો જુગાડ, બાઈકના એન્જિનમાંથી 30 હજારમાં ટ્રેક્ટર બનાવી નાખ્યું

પ્રશ્નઃ તમે ખુશીની વાત કરી. શું તમે જણાવી શકો છો કે કઈ બાબત તમને વધારે ખુશ કરે છે?

ADVERTISEMENT

ગૌતમ અદાણીઃ વ્યક્તિગત રીતે વાત કરું તો, આ મારા જીવનનું સૌથી મોટું વર્ષ રહ્યું. આ વર્ષે મેં 60મો જન્મદિવસ ઉજવ્યો. આ વ્યક્તિગત માઈલસ્ટોન ઉપરાંત આ પ્રસંગે મારા પરિવારે અદાણી ફાઉન્ડેશનમાં શિક્ષણ, હેલ્થકેર અને સ્કીલ ડેવલપમેન્ટ માટે રૂ.60,000 કરોડ આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે, જે કોઈપણ દેશ માટે પાયાની બાબતો છે. આ બાબતે મને ખૂબ જ સંતોષ અને ખુશી આપી છે જે કોઈપણ પ્રોફેશનલ ઉપલબ્ધિ ક્યારેય ન આપી શકે.

ADVERTISEMENT

પ્રશ્ન. તમે 2022માં પાછું જુઓ છો ત્યારે કઈ વાત છે જે આ આ વર્ષને ખાસ બનાવે છે?

ગૌતમ અદાણીનો જવાબઃ આભાર રાજ. 2022 ઘણી રીતે ખૂબ જ અસામાન્ય વર્ષ રહ્યું છે. અમારો અદાણી વિલ્મરનો IPO સફળ રહ્યો, આમ અદાણી વિલ્મર ગ્રુપની સાતમી લિસ્ટેડ કંપની બની ગઈ છે. અમે એવું બિઝનેસ મોડલ બનાવ્યું છે, જેમાં શૂન્યથી શરૂઆત કરીને તેને નફો કરતું બનાવીને પછી પબ્લિકમાં જઈએ છીએ. આ IPO તેનું અન્ય એક ઉદાહરણ છે. અમે ACC અને અંબુજા સિમેન્ટનું 10.5 બિલિયન ડોલરમાં (82 હજાર કરોડ) હસ્તાંતરણ કર્યા પછી અમે ભારતના બીજા સૌથી મોટા સિમેન્ટ ઉત્પાદક બન્યા છીએ. આ અમે અત્યાર સુધીમાં કરેલું સૌથી મોટું હસ્તાંતરણ છે, અને તે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મટીરિયલ સ્પેસમાં દેશનું સૌથી મોટું M&A ટ્રાન્ઝેક્શન છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT