સૌરાષ્ટ્રમાં આજે પણ ઈન્કમટેકસના દરોડા યથાવત, જામનગરની શીપના સ્પેરપાર્ટસ બનાવતી પેઢી પર તવાઈ

ADVERTISEMENT

gujarattak
social share
google news

જામનગર: રાજ્યમાં આજે પણ આવકવેરા વિભાગની તવાઈ યથાવત રહી છે. સૌરાષ્ટ્રમાં ઇન્કમટેક્સના દરોડાનો દોર યથાવત રહ્યો છે. કંડલા-ભાવનગર બાદ આજે જામનગરમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. શીપ બ્રેકીંગ સાથે સંકળાયેલી મશીનરીનું ઉત્પાદન કરતી પેઢીને પર દરોડા પાડવામાં આવ્યા છે.

જામનગર નજીક હાપામાં ઓફિસ-ફેકટરી ધરાવતા ઈનાયત મુસા એન્ડ કંપની પર આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઓફિસ-ફેકટરી ઉપરાંત નિવાસે પણ તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આવકવેરા દરોડામાં અધિકારીઓ દ્વારા ઉદ્યોગકારના હિસાબી દસ્તાવેજોની ચકાસણી હાથ ધરવામાં આવી છે.

ભાવનગર કનેક્શનના કારણે દરોડા
ગઈકાલે ભાવનગરમાં શીપ બ્રેકીંગ સંલગ્ન વ્યવસાય સાથે સંકળાયેલા બે ઉદ્યોગજૂથના છ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા અને તેમાં જામનગરના ઉદ્યોગજૂથનું નામ ખુલ્યુ હતું. ભાવનગરના કનેકશનમાં જ આ સર્ચ ઓપરેશન હાથ ધરાયાનુ માનવામાં આવી રહ્યું છે.

ADVERTISEMENT

સર્વે કામગીરી બાદ સત્તાવાર વિગત મળશે
ભાવનગરમાં માલવી મીકેનીક વર્કસ તથા પટેલ પ્લાસ્ટીક એમ બે ઉદ્યોગ એકમોના છ સ્થળોએ ગઈકાલે દરોડા પાડવામાં આવ્યા હતા. શહેરના શિશુવિહાર, પ્રભુદાસ તળાવ, મોતીતળાવ, નવાપરા, વીઆઈપી કુંભારવાડામાં ઉદ્યોગો તથા તેના સંચાલકોના સ્થળો પરની આ સર્ચ કાર્યવાહી આજે સતત બીજા દિવસે પણ શરૂ રાખવામાં આવી હતી. અને તે દરમ્યાન આજે જામનગરના એકમને પણ નિશાન બનાવવામાં આવ્યુ હતું. ઈન્કમટેકસ દરોડામાં મોટી રકમની કરચોરી ખુલવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે. અમદાવાદ વીંગ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી વિશે સતાવાર રીતે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.સર્વે કામગીરી બાદ સત્તાવાર તમામ વિગતો મળી શકે છે.

આ પણ વાંચો: અંબાજી નજીક વીજ ચેકિંગ કરવા ગયેલ 8 ગાડીઓના કાફલા પર હુમલો, પોલીસ ફરિયાદ નોંધાઈ

ADVERTISEMENT

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સર્વે
આજે જામનગરમાં સર્ચ ઓપરેશન પુર્વે છેલ્લા બે દિવસ દરમ્યાન કંડલા તથા ભાવનગરમાં પણ દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કંડલામાં સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનમાં યુઝડ ગારમેન્ટ વ્યવસાયિક પર દરોડા હતા તેમાં મોટુ અંડર વેલ્યુએશન થતુ હોવાનું કહેવાય છે. ત્યારે આજે જામનગરની ઇનાયત મુસા એન્ડ કંપની પર ઇન્કમટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન થતાં ફફડાટ ફેલાયો છે. વાલકેશ્વરી નજીક આવેલ પેઢીના નિવાસ સ્થાને પણ ઇન્કમ ટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન શરૂ છે. ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અધિકારીઓનું સર્ચ ઓપરેશન શરૂ છે.

ADVERTISEMENT

વિથ ઈનપુટ: દર્શન ઠક્કર, જામનગર

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT