રાજ્યસભામાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર કહ્યું, નેહરુ અટક રાખવામાં શેની શરમ?

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર પોતાનું સંબોધન કર્યું. પીએમનું ભાષણ શરૂ થાય તે પહેલા જ વિપક્ષી સાંસદોએ હંગામો શરૂ કરી દીધો હતો. જો કે, જોરદાર સૂત્રોચ્ચાર અને હોબાળો વચ્ચે પીએમ મોદીએ વિપક્ષ પર જોરદાર પ્રહારો કર્યા.  આ દરમિયાન વડાપ્રધાને કેન્દ્ર સરકારની તમામ યોજનાઓનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ પર પણ નિશાન સાધ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુનો ઉલ્લેખ કરીને ગાંધી પરિવાર પર અત્યાર સુધીનો સૌથી મોટો  સવાલ કર્યો હતો.

પોતાના સંબોધનની શરૂઆતમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહમાં હંગામો મચાવતા વિપક્ષી સાંસદોની ઝાટકણી કાઢી હતી. વડાપ્રધાને કહ્યું, ‘ગૃહમાં જે પણ થાય છે, દેશ તેને ગંભીરતાથી સાંભળે છે અને ગંભીરતાથી લે છે. પરંતુ દુર્ભાગ્યપૂર્ણ છે કે કેટલાક લોકોનું ભાષણ માત્ર ગૃહને જ નહીં પરંતુ દેશને પણ નિરાશ કરી રહ્યું છે. હું આ પ્રકારના વલણના સભ્યોને કહીશ કે તેમની પાસે કાદવ હતો, મારી પાસે ગુલાલ હટુ. જેની પાસે જે હતું તે ઉછાળ્યુ. તમે જેટલો કાદવ ફેંકશો તેટલું કમળ ખીલશે. કમળને ખિલાવવા તેમના પ્રત્યક્ષ કે પરોક્ષ યોગદાન માટે પણ હું તેમનો આભાર વ્યક્ત કરું છું.

નેહરુ અટક રાખવાની શું છે શરમ?
પીએમ મોદીએ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુનો ઉલ્લેખ કરીને ગાંધી પરિવાર પર મોટો પ્રહાર કર્યો હતો. કહ્યું, ‘600થી વધુ યોજનાઓ ગાંધી-નેહરુ પરિવારના નામે છે. જો હવે કોઈ કાર્યક્રમમાં નહેરુજીનું નામ ન લેવાયું હોત તો કેટલાક લોકોનું લોહી ગરમ થઈ ગયું હોત, પણ મને એ સમજાતું નથી કે તેમની પેઢીના કોઈ વ્યક્તિ નેહરુ અટક રાખવાથી કેમ ડરે છે. નેહરુ અટક રાખવાની શું છે શરમ. આવી મહાન વ્યક્તિ તમને અને તમારા પરિવારને સ્વીકાર્ય નથી અને તમે અમારો હિસાબ માગો છો?

ADVERTISEMENT

આ પણ વાંચો: રાજ્યસભામાં PM મોદીનું ભાષણ શરૂ થતા જ હોબાળો, વિપક્ષે ‘મોદી-અદાણી ભાઈ-ભાઈ’ના નારા લગાવ્યા

ઇન્દિરા ગાંધી પર કર્યા પ્રહાર
વડાપ્રધાન મોદીએ પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીનો ઉલ્લેખ કરીને ગાંધી પરિવાર પર પણ પ્રહાર કર્યા હતા. કહ્યું, ‘જેઓ આજે વિપક્ષમાં બેઠા છે. તેઓએ રાજ્યોના અધિકારોનો નાશ કર્યો. મારે કાચી ચિટ્ઠી ખોલવી છે. કલમ 356નો દુરુપયોગ કરનારા તે લોકો કોણ હતા? કોણ છે એ લોકો જેમણે આવું કર્યું અને ચૂંટાયેલી સરકારોને પાડી દીધી. એક વડાપ્રધાને 50 પર કલમ ​​356નો ઉપયોગ કર્યો, તે નામ છે ઈન્દિરા ગાંધી.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT