સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીક કાંડ મામલે પૂર્વ CM ના ભત્રીજાની કોલેજની સંડોવણી? રાજકારણ ગરમાયું

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ: એક તરફ રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર સતત ફૂટી રહ્યા છે અને યુવાનોના સપના પેપર ફૂટવા સાથે રોળાઇ રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીક કાંડ મામલે  111 દિવસ બાદ પેપર ફોડનાર સામે  FIR નોંધવામાં આવી છે. ગુજરાતના પુર્વ મુખ્યમંત્રીના ભત્રીજા મેહુલ રુપાણી આ કોલેજના ટ્રસ્ટી છે. પેપર ફોડવામાં ભાજપના કોર્પોરેટર નેહલ શુક્લાની કોલેજની વરવી ભૂમિકા બહાર આવતા ચકચાર મચી ગઇ છે.

પેપર લીકના 111 દિવસ બાદ આખરે આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. એચ. એન. શુક્લા કોલેજમાંથી પેપર લીક થયું હતું. જેના કારણે હજારો વિદ્યાર્થીઓની પરીક્ષાની તૈયારી પર પાણી ફરી વળ્યું હતું . એચ. એન. શુક્લ કોલેજના સંચાલક  કોર્પોરેટર અને પૂર્વ સિન્ડિકેટ સભ્ય નેહલ શુક્લ છે. આ મામલે આરોપી જીગર ભટ્ટ સામે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અમિત પારેખે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અને આરોપીની અટકાયત કરવામાં આવી છે.

જાણો શું કહ્યું ભાજપના કોર્પોરેટરે
ત્યારે આ ઘટનાને લઈ નેહલ શુક્લા દ્વારા કહેવામાં આવ્યું કે ટૂંક સમયમાં જ તમામ માહિતી લઈ તમામ વસ્તુ જાહેર કરવામાં આવશે. એચ એન શુક્લા કોલેજ આમાં ક્યાંય પણ સંડોવાયેલી નથી એ સ્પષ્ટ છે. જે કઈ વિગતો છે અને સંપૂર્ણ પ્રકરણનો ખુલાસો હું કરીશ. એચ. એન શુક્લા કોલેજ પર લાગેલ ડાંગ દૂર કરવાની મારી જવાબદારી છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: દ્વારકા જિલ્લામાં ભાજપના નેતા ભૂલ્યા ભાન, ડાયરામાં કર્યું બે રાઉન્ડ ફાયરિંગ

જાણો શું છે ઘટના 
રાજ્યમાં સતત વિવાદમાં રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઓકટોબરમા સતત વિવાદમાં રહી હતી. 13 ઓક્ટોબર 2022ના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીકની ઘટના બની હતી. પરીક્ષાનું પેપર લીક સમાચાર વહેતા બીકોમની પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. તો  બીબીએનું નવું પેપર રાતોરાત બદલી સવારે પાંચ વાગ્યે તમામ કોલેજોને મોકલી અપાયુ હતું.  પરીક્ષાના એક દિવસ અગાઉ કેન્દ્રો પર પેપર મોકલવાના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિર્ણયથી હજારો વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડા થયા હતા.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

(ઈનપુટઃ નીલેશ શિશાંગિયા, રાજકોટ)

    follow whatsapp

    ADVERTISEMENT