નર્મદાની સંકલન બેઠકમાં MLA ચૈતર વસાવા આકરા પાણીએ, સરકારી અધિકારીઓ પર લગાવ્યા ગંભીર આરોપ
નર્મદા: આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભામાં સ્થાન મેળવી લીધું છે. 5 બેઠક પર જ ગુજરાતની જનતાએ નેતૃત્વ કરવાનો મોકો મળ્યો છે. આ દરમિયાન આમ આદમી…
ADVERTISEMENT
નર્મદા: આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભામાં સ્થાન મેળવી લીધું છે. 5 બેઠક પર જ ગુજરાતની જનતાએ નેતૃત્વ કરવાનો મોકો મળ્યો છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા બેઠકના ધારાસભ્ય ચૈતર વસાવા સતત એકશન મોડ પર જોવા મળી રહ્યા છે. ત્યારે આજે નર્મદા કલેકટર શ્વેતા તેવતિયાના અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી.જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા જિલ્લાના સરકારી કામકાજને લઈ અધિકારીઓ પર ગંભીર આક્ષેપ લગાવતા ખડભળાટ મચ્યો છે.
દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. ત્યારે તેમણે સરકારી કામો મામલે આરોપ લગાવતા કહ્યું કે, ભુતકાળમાં નર્મદા જિલ્લાના મદદનીશ આદિજાતિ કમિશનરે કરોડો રૂપિયાનું આદિજાતિનુ બજેટ પોતાની લાગતી વળગતી એજન્સી સાથે મળી સગેવગે કર્યું છે. જેમા બાળકો માટે આવેલા 7.50 કરોડ રૂપિયામાં 10 ગણું વધારે એસ્ટીમેટ બનાવી ભ્રષ્ટાચાર કર્યો છે.
નલ સે જલ યોજના મામલે સરકારને ઘેરી
શાળા અને આશ્રમ શાળા માટે ગુજરાત પેટર્નની દર વર્ષે આવતી 4 કરોડ રૂપિયાની ગ્રાન્ટના રૂપિયા પણ પોતાની લાગતી વળગતી એજન્સીએ બારોબાર ચુકવી દીધા છે. નલ સે જલ યોજનામાં 365 યોજના પુર્ણ બતાવેલી છે પણ કોઈ પણ જગ્યાએ નળમાં પાણી આવ્યું નથી. મનરેગા યોજનામાં નિયામકે કોઈ પણ જાહેર નીવિદા આપ્યા વગર કે ભાવ મંગાવ્યા વગર જલારામ એન્ટરપ્રાઈઝને ડાયરેક્ટ રીન્યુ કરી દઈ 70 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: રૂપિયા 20,000 લાંચ લેતા ઝડપાયેલ ક્લાસ-1 અધિકારીના જામીન કોર્ટે કર્યા નામંજૂર, જાણો શું કહ્યું
વન વિભાગ પર લગાવ્યા ગંભીર આરોપ
વન વિભાગ પર આરોપ લગાવતા ચૈતર વસાવાએ કહ્યું કે વન વિભાગ દ્રારા પણ ખોટા ખોટા વાઉચરો બનાવી મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. વન વિભાગ દ્રારા દેડીયાપાડા ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા કૌશલ્ય વર્ધક કેન્દ્રના કાર્યક્રમમાં ભાવ મંગાવ્યા વગર “ચા” ના 1.10 કરોડ રૂપિયા, એસ.ટી નિગમને 35 લાખ રૂપિયા અને ખાનગી વાહનોને 70 લાખ રૂપિયા, મંડપવાળાને 1.19 કરોડ રૂપિયા પોતાની લાગતી વળગતી એજન્સીને વાઉચર પર ચુકવી દીધા છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT