રાજકોટમાં મનપાની ઘોર બેદરકારીના કારણે આ પરિવારે ગુમાવ્યો એકનો એક દીકરો, કમિશ્નરે આપ્યા તપાસના આદેશ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નિલેશ શિશાંગિયા, રાજકોટ: રાજ્યમાં સતત અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અકસ્માતને લઈ મોતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે રાજકોટની અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટમાં આજે સવારે મનપાની બેદરકારીને કારણે એક નિર્દોષ યુવકે જીવ ગુમાવ્યો છે. ત્યારે આ ઘટનાને લઈ હવે તંત્રએ તપાસના આદેશ આપ્યા છે.

રાજકોટના રૈયા રોડ પર ટેલિફોન એક્સ્ચેન્જ પાસેથી હર્ષ ઠક્કર નામનો યુવક પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક તેની બાઈક સાથે ખાડામાં પડ્યો હતો. આ ઘટનામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારે આ અકસ્માતમાં હર્ષનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું હતું. આ ખાડો રાજકોટ મ્યુનિસિપ કોર્પોરેશન દ્વારા ખોદવામાં આવ્યો હતો, જેના કારણે લોકો તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.

તંત્ર સામે ઉઠયા સવાલો
રૈયા રોડ પાસે બની ચોંકાવનારી ઘટના સામે આવી છે. રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે મનપાના કોન્ટ્રાક્ટરે ખાડો ખોદીને રાખી દીધો હતો. ત્યારે આજે સવારે એક બાઈક ચાલકે પોતાનો જીવ ગુમાવવો પાડયો હતો. મનપાના કોન્ટ્રાક્ટરે સાઈન બોર્ડ કે અન્ય કોઈ વોરનિંગના મુક્તા ઘટના ઘટી છે. રાજકોટ મહાનગર પાલિકાનું તંત્ર હવે આ ઘટના મામલે કેવા પગલા લેશે બન્યો ચર્ચા નો વિષય

ADVERTISEMENT

જાણો શું કહ્યું હર્ષના પિતાએ
સમગ્ર મામલે મૃતકના પિતાએ કહ્યું હતું કે,આજે સવારે જ્યારે મારો દીકરો જોબ પર જવા નીકળ્યો હતો. મારા પુત્રનું મોત ખાડા માં પડવાથી થયું છે. રાજકોટ મહાનગર પાલિકાની આ બેદરકારી કહેવાય.મારા એક ના એક દિકરનું મનપાની ભૂલ ને કારણે મોત થયું છે.

લલીત કગથરાએ ધારાસભ્ય દુર્લભજી દેથરીયા પર લગાવ્યો ગંભીર આરોપ કહ્યું, ઉમેદવારી ફોર્મમાં મિલકતો છુપાવી

ADVERTISEMENT

કમિશ્નરે આપ્યા તપાસના આદેશ
યુવકના મોતના મામલે મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરાનું નિવેદન આવ્યું છે. સમગ્ર મામલે સીટી એન્જિનિયરને આપવામાં આવ્યા આદેશ. તપાસના આદેશ આપવામાં આવ્યા. સ્થળ પર ચેકીંગ કરવાનું કહેવામાં આવ્યુ છે. અન્ય સેફ્ટીના સંશાધનોની જરૂરિયાત હતી કે કેમ તે બાબતે તપાસ કરવામાં આવશે. સમગ્ર બનાવમાં એજન્સીની બેદરકારી જણાશે તો તેમના વિરૂદ્ધ પગલાં લેવામાં આવશે. ગર્ડર લોન્ચિંગના કારણે ખાડો ખોડવામાં આવ્યો હતો.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT