રાજકોટમાં ભૂલથી પણ પોલીસ કે સેનાના જવાન જેવા વસ્ત્રો પહેર્યા તો થશે કાર્યવાહી, જાણો શું છે મામલો
રાજકોટ: ડુપ્લિકેટ પોલીસ બની અને લોકોની લૂંટી લેવાની અનેક ઘટનાઓ સામે આવી છે. ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પ્રશાસનને ક્યારેક સખ્ત થવું પડતું હોય…
ADVERTISEMENT
રાજકોટ: ડુપ્લિકેટ પોલીસ બની અને લોકોની લૂંટી લેવાની અનેક ઘટનાઓ સામે આવી છે. ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પ્રશાસનને ક્યારેક સખ્ત થવું પડતું હોય છે. રાજકોટમાં પણ કંઈક આવુ જ થયું છે. રાજકોટમાં હવે સેના કે પોલીસના જેવા વસ્ત્રોના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
રાજકોટમાં અનેક શોખીન યુવાનો સેના અને પોલીસ જેવા ખાખી વસ્ત્રો પહેરીને જાહેર માર્ગો પર રોબ જમાવતા જોવા મળતા હોય છે. પરંતુ જો હવે રાજકોટમાં આ પ્રકારે કોઈ યુવાન સેના કે પોલીસના ખાખી વસ્ત્રો પહેરીને નીકળશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ કમિશ્નર એક જાહેરનામુ બહાર પાડ્યું છે. કાયદો વ્યવસ્થા જાળવવાના હેતુસર બહાર પાડવામાં આવેલ આ જાહેરનામામાં કમિશનર દ્વારા રાજકોટમાં સેના કે પોલીસ જેવા વસ્ત્રો પહેરવા પર રોક લગાવી દેવામાં આવી છે. રાજકોટ પોલીસ કમિશનરનું આ જાહેરનામું 30 એપ્રિલ સુધી અપલી રહેશે.
જો કે આ પ્રકારનું જાહેરનામું કેમ બહાર પાડવામાં આવ્યુ. અને આવી રોક કેમ લગાવવામાં આવી તે અંગે પોલીસે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી કરી. આ જાહેરનામામાં કરાયેલા આદેશ અંગે પહેલીવારમાં તો થોડું આશ્ચર્ય થાય પરંતુ જાહેરનામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આવો નિર્ણય લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ગત માર્ચ મહિનાથી શરૂ થયેલી એર એમ્બ્યુલન્સ સેવાનો જાણો કેટલા લોકોએ લીધો લાભ, જુઓ શું છે ભાડું
તંત્રએ નથી આપ્યું ચોક્કસ કારણ
તંત્ર દ્વારા કોઈ આમ જ નિર્ણય નથી લેવાતો ત્યારે એવું લાગી રહ્યું છે કે કઈક નક્કી મહત્વપૂર્ણ ઘટના બની હોવી જોઈએ જેના કારણે આવો નિર્ણય લેવાની ફરજ પડી હોય. આધિકારીક રીતે તો કોઈ નિવેદન પોલીસ તરફથી આવ્યું નથી. પરંતુ હા જાહેરાનામામા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જો કોઈ નિયમભંગ કરશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT