નડિયાદમાં પત્નીને ભરણપોષણ માંગતા પતિએ ગોળી મારીને પત્નીને એક્ટિવાને કચડી
નડિયાદ : શહેરમાં પત્નીએ પતિ પર કરેલા ભરણપોષણના મામલે પતિએ ફાયરિંગ કરીને પત્નીની હત્યા કરતા ચકચાર મચી છે. ફાયરિંગ બાદ પતિ આટલેથી અટક્યો નહોતો અને…
ADVERTISEMENT
નડિયાદ : શહેરમાં પત્નીએ પતિ પર કરેલા ભરણપોષણના મામલે પતિએ ફાયરિંગ કરીને પત્નીની હત્યા કરતા ચકચાર મચી છે. ફાયરિંગ બાદ પતિ આટલેથી અટક્યો નહોતો અને જમીન પર ઢળી પડેલી પત્ની પર ક્રૂરતા પૂર્વક એક્ટિવા ફેરવી દીધું હતું. આરોપી પોતાની ઓળખ ન થાય તે માટે હેલમેટ પહેરીને સમગ્ર ગુનાને અંજામ આપ્યો હતો. જો કે ભાગતા સમયે હેલમેટ પડી જતા આરોપીની ઓળખ થઇ ગયો હતો. તે મહિલાના પતિ તરીકે ઓળખાયો હતો. જો કે ભાગતા સમયે હેલમેટ પડી જતા આરોપી પતિની ઓળખ થતા પોલીસે હાલ તેની શોધખોળ આદરી હતી.
બંન્ને વચ્ચે અણબનાવ થતા છુટાછેડાનો કેસ કર્યો હતો
બનાવની વિગતે મળતી માહિતી અનુસાર નિમિષાબેન પરમાર નામના મહિલાને તેના પતિ રસિક પરમાર સાથે અણબનાવ થતા તેણે છુટાછેડાનો કેસ કર્યો હતો. ત્યાર બાદ તેણે ભરણપોષણની માંગ કરી હતી. જેથી કોર્ટમાં કેસની તારીખ હતી. જો કે ઉશ્કેરાયેલા રસિક પરમાણે નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલી નવરંગ ટાઉનશિપ પાસે જાહેરમાં જ નિમિષાબેનને ગોળી મારી દીધી હતી. ત્યાર બાદ જમીન પર ઢળી પડી હતી. જો કે આરોપી એટલે અટક્યો નહોતો અને પોતાની એક્ટિવા ફેરવી દીધું હતું. ફાયરિંગનો અવાજ આવતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા. ફાયરિંગ બાદ પતિ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.
પતિ રસિક પરમારનું હેલમેટ પડી જતા ઓળખ થઇ
પત્નીની હત્યા કર્યા બાદ આરોપી પતિ રસિક પરમાર પોતાની ઓળખ ન થાય તે માટે હેલમેટ પહેર્યું હતું. એક્ટિવા ચડાવીને ભાગવા જતા તેનું હેલમેટ નિકળી પડ્યું હતું. સ્થાનિક લોકોએ તેને ઓળખી કાઢ્યો હતો. જો કે ઘટનાને પગલે નવરંગ ટાઉનશિપ વિસ્તારમાં ધોળે દિવસે હત્યાનો બનાવ બન્યો હતો. બીજી તરફ મહિલાના પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. હાલ તો પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે આરોપીને શોધવા માટે ચક્રોગતિમાન કર્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT