ભાવનગરમાં અશાંત ધારો લાગુ કરવા માટે વિવિધ હિન્દુ સંગઠનો આવ્યા મેદાનમાં, એડિશનલ કલેકટર સાથે થયું શાબ્દિક ઘર્ષણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

 નીતિન ગોહેલ, ભાવનગર: શહેરમાં અશાંત ધારો લાગુ કરવા માટે વિવિધ હિન્દુ સંગઠનો  મેદાનમાં આવ્યા છે. જશુનાથ સર્કલ પરથી કલેકટર કચેરી સુધી જય શ્રી રામના સૂત્રોચાર સાથે મહિલાઓ સહિત 5,000 વધું યુવાઓ રેલીમાં જોડાયા હતા. જોકે આવેદન પત્ર પાઠવતા સમયે એડિશનલ કલેકટર સાથે શાબ્દિક ઘર્ષણ થતા હિન્દુ સંગઠનના યુવાઓએ 30 મિનિટ સુધી કલેકટર કચેરીનો રોડ બ્લોક કરી રામધુન મચાવી હતી. આખરે ડેપ્યુટી કલેકટર અશાંત ધારાની રજુઆત અને આવેદન પત્ર સ્વીકારવા ઓફિસ પરથી નીચે પહોંચતા મામલો શાંત થયો હતો.

ભાવનગરમાં ડિસ્ટર્બ એરીયા એકટ લાગુ કરવા માટે દાયકાઓથી રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ કોઈ પણ પ્રકારનો સુખદ અંત નહીં આવતા આખરે વિવિધ હિંદુ સંગઠનો મેદાન પર ઉતર્યા છે. આજે શહેરના જશુંનાથ સર્કલ પરથી આ રેલીનું પ્રસ્થાન થયું હતું. જ્યાંથી કલેક્ટર કચેરીએ વિવિધ બેનરો અને અશાંત ધારો લાગુ કરવાની માંગના સૂત્રો ચાર કરવામાં આવ્યા હતા. રેલી કલેક્ટર કચેરીએ પહોંચીએ સમયે કલેક્ટર હાજર નહીં હોવાથી અધિક કલેક્ટરને અવેદપત્ર આપવા જતા વિવિધ હિન્દુ સંગઠનોની માગણી હતી કે 5000 થી વધું લોકો હાજર હોવાથી અધિક કલેકટર તેમની કચેરીમાંથી નીચે આવીને અવેદપત્ર સ્વીકારે તેવી વિનંતી કરી હતી.

કલેકટરનાં કડક વલણથી આગેવાનો નારાજ
પરંતુ અધિકાર કલેકટર પોતાની કચેરીમાં જ અવેદપત્ર અપવનો આગ્ર રાખીને બેઠા હતા.  આમ અધિક કલેકટરનાં કડક વલણથી આગેવાનો નારાજ થયા હતા. આ દરમિયાન એક આગેવાને અધિકારી કલેકટરને  સરળ શબ્દોમાં કહ્યું હતું કે આવતી કાલે મુખ્યમંત્રી ભાવનગરમાં આવે છે. આમ આગેવાનનો કેવાનો અર્થ એવો થયો કે જો અધિકાર કલેક્ટર જડ વલણ દાખવશે તો મુખ્યમંત્રીને અવેદપત્ર આપીને રજુવાત કરશે.

ADVERTISEMENT

મુખ્યમંત્રીને રજૂઆત કરી
ભાવનગર શહેરના અનેક વિસ્તારોમાંથી હિન્દુઓને ફરજીયાત ઘર વહેંચી બીજા સ્થળે રહેવા જવુ પડે છે. જેને પરિણામે શહેરની કોમી – એખલાસતા ઘટી રહી છે. આ સંજોગોમાં અશાંત ધારો લાગુ કરવા માટે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા મુખ્યમંત્રી,ગૃહરાજ્યમંત્રી અને શિક્ષણમંત્રીને પત્ર લખી ભાવનગરમાં અશાંત ધારો લાગુ કરવા માંગણી કરેલ છે.

હિન્દુ સંગતહનો આવ્યા મેદાને
ગુજરાતના વિવિધ જિલ્લામાં અશાંત ધારો લાગુ થઈ રહ્યો છે તો ભાવનગરમાં શા માટે નહીં તેવી માંગ  કરી હતી. આ માંગ સાથે રેલીમાં ડેપ્યુટી મેયર તેમજ ભાજપના નગરસેવક સહિતનાઓ જોડાયા હતા. ભાવનગર શહેરના ક્રેસંટ, ગીતાચોક, મેઘાણીસર્કલ, ઘોઘાસર્કલ, અને ઘોઘારોડ સહિતના વિસ્તારોમાં અને કરચલીયા પરા સહિત મુખ્ય બજારો સહિતના વિસ્તારોમાં હાલ જે પ્રમાણે મિલકતના સોદા થઈ રહ્યા છે. તેને લઈને હિન્દુ સંગઠનો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના અમદાવાદ વડોદરા,સુરત, રાજકોટ સહિતના શહેરોમાં અશાંતધારો લાગુ પડ્યો છે. અને ભાવનગરમાં પણ ઘણા લાંબા સમયથી આ અંગેની માંગણી છે. ત્યારે વહેલીતકે આ અંગેનો નિર્ણય લેવાની માંગણી કરવામાં આવેલ છે. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, રૂપાણી હિન્દુ એકતા મંચ, સહિતની સંસ્થાઓ ઉપરાંત સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ, તિલકનગર, બોરડીગેટ, ભગાતળાવ સહિત જુદાજુદા આઠ મંડળોએ આ અંગેની સંયુક્ત રજુઆત કરી છે

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT