રેન્જ પોલીસ ટીમનો સફાયો, પાલિતાણા બોગસ જીએસટી કૌભાંડમાં વધુ બે આરોપી ઝડપાયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

નીતિન ગોહેલ ભાવનગર: જિલ્લાના પાલીતાણા ખાતે જી.એસ.ટી ટીન નંબર મેળવવાનું કૌભાંડ ખૂલ્યું હતું. આ કૌભાંડને લઈને  જી.એસ.ટી વિભાગના અધિકારી દ્વારા પાલીતાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આ તપાસ રેન્જને સોંપવામાં આવતા રેન્જ પોલીસની ટીમ આઠ આરોપીઓને ઝડપી લીધા હતા. જ્યારે આ કાંડમાં સંડોવાયેલા વધુ બે શખ્સોની રેન્જ પોલીસે ધરપકડ કરી છે.

પાલીતાણામાં બોગસ જી.એસ.ટી ટીન નંબર મેળવવાનું કૌભાંડ ફૂલી ફાલી રહ્યું હતું. તેવામાં જી.એસ.ટી વિભાગના ઉપર આવતા જ આ કૌભાંડને ખુલ્લુ પાડી પોલીસ ફરિયાદ નોંધાવી દીધી હતી. આ સમગ્ર તપાસ રેન્જ પોલીસ ટીમને સોંપવામાં આવી હતી. રેન્જ પોલીસ એક પછી એક બોગસ થી જી.એસ.ટી નંબર મેળવવાનું કૌભાંડ આચરતા કુલ મળી 8 શખ્સોની ધરપકડ કરી લીધી હતી. જ્યારે આ કૌભાંડમાં સંડોવાયેલા વધુ બે શખ્સો જેમાં ધ્રુવ રાજસિંહ સહદેવસિંહ ઝાલા અને અક્રમ અબ્દુલભાઈની ધરપકડ કરી આકરી ઢબે પૂછ પર હાથ ધરી હતી. આમ કુલ મળી પાલીતાણા બોગસ જી.એસ.ટી ટીન નંબર મેળવવાના કૌભાંડમાં 10 શખ્સોની ધરપકડ થઈ ચૂકી છે

આ પણ વાંચો: લગ્નમાં નબીરાઓ જુગાર રમી કરી રહ્યા હતા મજા, પોલીસે પાડ્યો રંગમાં ભંગ

ADVERTISEMENT

જીએસટી ચોરીમાં ભાવનગર થઈ રહ્યું છે બદનામ
જીએસટી ચોરીના મામલે સમગ્ર રાજ્યમાં ભાવનગર બદનામ થઈ રહ્યું છે. જાણે કે રાજ્યમાં ક્યાંય પણ તેની ચોરી પકડાય તેનું મૂળ ભાવનગરમાં નીકળે છે. ત્યારે અત્યાર સુધી આ મામલે માત્ર જીએસટી તંત્ર જ તપાસ કરતું હતુ પણ પોલીસે પણ તપાસ હાથ ધરતા ધડાકો થયો છે અને ભાવનગરમાં પહેલીવાર બે અધિકારીઓ ઝડપાયા છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT